Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 5
________________ ૐ . વિચાર શક્તિ (૧) તમારા મનમાં નકામી માહિતીઓ એકઠી ન કરો. મનને મનથી દૂર રાખો. તો જ તમે તમારા મનને દિવ્ય-આધ્યાત્મિક વિચારોથી ભરી શકશો. તમને નવા જ પ્રકારની માનસિક શક્તિ પ્રાપ્ત થશે. કારણકે મનની શક્તિ જે વેડફાઈ જતી હતી તે એકઠી થવાનું શરૂ થયું છે. (૨) આપણે સીમા વગરની વિચારોની દુનિયામાં જીવી રહ્યા છીએ. મિત્ર અને શત્રુ, સારૂં અને ખરાબ, મનમાં જ રહેલું છે. દરેક માણસ પોતે જ પોતાની કલ્પનાઓ દ્વારા જ જગતને સારું કે ખરાબ, આનંદદાયી કે દુઃખદાયી બનાવે છે. (૩) મનના વિચારોને (ભૌતિક વસ્તુઓ તરફ લંબાવવા તે (જીવને) બંધન કર્તા બને છે અને બાહ્ય વિચારોથી છૂટકારો મેળવવો તે મુક્તિ છે. મન યુક્તિ અને રમત કરવા ટેવાયેલું છે, તેના સ્વભાવને તમારે સમજવો પડશે, તેની ટેવો જાણવી પડશે. પછી જ તમે તેને કાબુમાં લાવી શકશો. યોગવાશિષ્ઠ” એ ભારતનું દુનિયા માટે - ફીલોસોફીક્લ હેતુઓ માટે પ્રયોગ સિદ્ધ થયેલ એક અસામાન્ય પુસ્તક છે. “હું કોણ છું” તેનું જ્ઞાન આ જન્મ મરણના ફેરા મટાડવાનું કાર્ય કરે છે. વિચારોને અટકાવી દેવા તેમજ વાસનાઓથી પાછા ફરી જવું તે મોક્ષ છે. સંકલ્પ એ મનની વૃત્તિઓને ફેલાવવાનું કાર્ય કરે છે. સંકલ્પ અથવા વિચારોની શક્તિ વડે આખા જગતને) વિશ્વને ઊભુ કર્યું છે. આ જગત એ મનની જ રમત છે. તેનું અસ્તિત્વ ત્રણ સમયે નથી હોતું. : -1 ટકા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 80