________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમાનસિક તાણમાંથી મુક્ત બનવા!!!
૦ બોલીને બહાર ફેંકી દો - મનમાં ને મનમાં ધૂંધવાયેલા ન રહો. તમારા
સાથી/મિત્રો જોડે દિલની વાત કરીને હળવા ફૂલ બની જાવ. ૦ થોડીવાર માટે ખોવાઈ શકશો? સમ્પ્રવૃત્તિઓમાં ખોવાઈ જાવ! દશ્ય, પ્રવાસ, સંગીત, નિર્દોષ રમતગમત વગેરે પ્રવૃત્તિઓમાં થોડા વખત માટે ડૂબવાનું
શીખો. 0 ઉશ્કેરાટથી બચવા માટે ઘરગથ્થુ કામકાજમાં જોડાવ.. ૦ બાળકો સાથે નિર્દોષ વાત કરો. એમને વાર્તા કહો. ૦ પ્રસંગ પડ્યે ઝૂકી જાવ...આગ્રહી ના બનો... ૦ બીજા માટે કાંઈક કરી છૂટો... ૦ એક સમયે એક જ કામ કરો... 0 મહાન બનવાની ઇચ્છાને નિયંત્રણમાં રાખો.. 0 નિષ્ફળતા મળે તો થાકી ન જાવ...હારી ન જાવ. ૦ બીજામાં વિશ્વાસ મૂકવાનું શીખો... ૦ તમારી જાતને બીજામાં ભળવા દો...અતડા ન રહો... ૦ સ્વસ્થ મનોરંજન માટે થોડો સમય ફાળવો...
વિચાર પંખી
૧પ
For Private And Personal Use Only