Book Title: Vichar Pankhi
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 118
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir What is Life? LIFE IS A MYSTERY UNFOLD IT કોઈક અણઉકલ્યા ને વણશોધાયા રહસ્યના જેવી જિંદગી મળી છે આપણને! રહસ્યની રઢિયાળી રાત જેવા જીવનને ઉઘાડવાનું છે, ખોલવાનું છે! જાતની ખોજ કર્યા વગર જગતમાં જ ખોવાઈ ગયા તો આપણું જીવન અતૃપ્ત રહેશે! ભીતરની ભાતીગળ ભોમકાને ખેડીએ...અંતરમાં જામી પડેલા અંધકારને ઉલેચીએ! એક એક મહોરાને ઉતારીને... એક એક પડદાને ચીરીને.... જિંદગીની સમગ્રતા સંપૂર્ણતાને જોઈએ.. જાણીએ... સમજીએ... અને સ્વીકારીએ! જે પોતાની જિંદગીનાં રહસ્યોનો તાગ ન મેળવી શકે એ અન્યને તો શું સમજશે ને શું સ્વીકારશે? ઈજીપ્તના પિરામિડો કે હિમાલયની ગુફાઓ કરતાં પણ વધુ રહસ્યભરી જિંદગીની દાસ્તાન છે! જરી હિંમત જોઈએ પર્દાનશીન જિંદગીનો ઘૂંઘટ ઉઠાવવા માટે! કારણ એકવાર જિંદગીને જોયા પછી એનો સ્વીકાર કરવો પડે! અલબત્ત, જિંદગી ખુદ તૈયાર છે તમને મળવા.. પણ જો તમે તૈયાર હોવ તો! “હુસ્ન બેતાબ હે જલ્લા દિખાને લિયે કોઈ તો આમાદા બનો પર્દા ઉઠાને કે લિયે!' જિંદગીનું સૌન્દર્ય નીરખવા હળવેથી નકાબને ઉઠાવી લો ને? વિચાર પંખી ૧૦૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154