Book Title: Vichar Pankhi
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 141
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir What is Life? LIFE IS A FESTIVAL CELEBRATE IT_ ઉત્સવના ઉમંગભર્યા વાતાવરણમાં જિંદગી જીવવાની છે મારા ભાઈ! જિંદગી ઉત્સવ છે! મેળો છે! મહોત્સવ છે! ઉત્સવમાં નૃત્ય હોય.... આસું નહીં! ગમગીની કે ઘૂટનમાં ગરમાળાના જેમ સેકાઈને જીવનારા લોકો જીવનને ઉત્સવનો ઓપ નથી આપી શકતા! મેળામાં કેટલાય લોકો ભેળા મળે! બધા સાથે ચાલે.. સાથે ખાય... સાથે નાચે કૂદે.. અલબત્ત, જો અહંની આગ ભડકી ઊઠે તો તકરાર પણ થઈ જાય! જિંદગીને મહોત્વસ બનાવીએ અને ઊજવીએ! અક્કોર્સ... ઉત્સવ અમુક સમય માટે નિયત હોય છે... એમ જિંદગીનો આ તહેવાર પણ આખરે મેળાની માફક વિખરાઈ જવાનો છે...એમાં આનંદ ને પ્રમોદની ક્ષણો માણી લેવાય... પણ જો મેળાના બજારને કાયમી દુકાનો માની બેઠા તો હાથ ખંખેરવાનો વારો આવશે. જિંદગીના ઉત્સવમાં લાગેલી સંબંધોની હાટ કે સંબંધીઓની વાટ પણ થોડા સમય માટે છે! એને કાયમી ના માની બેસતા! જિંદગીની Grace ને જાળવી રાખો...ઉત્સવમાં ઉદાસીનો ઊભરો ના શોભે... ઉલ્લાસ જોઈએ! ખેલદિલી જોઈએ! એકબીજા માટે કરી છૂટવાની લલક જોઈએ! Life is not a still Photograph, it is just a movie જિંદગી સ્થિર ચિત્ર નથી પણ પળે પળે ચાલી જતી ચિત્ર-શ્રેણી છે. જિંદગીના રંગો પળે પળે પલટાતા રહે છે. બજારના ભાવો જેમ એક સપાટીએ સ્થિર નથી રહેતા એમ મનના ભાવો પણ એક સપાટી નથી જાળવી શકતા. પણ મજા તો ત્યાં છે કે આપણી જિંદગીને સ્થિર અને સુવ્યવસ્થિત માની બેસીએ છીએ! જ્યારે કે જીવન જેટલું અસ્તવ્યસ્ત અને વહી જતી પદાર્થ દુનિયામાં બીજો છે કયો? જરા બતાવો તો ખરા! આપણી બહુ મોટી ભૂલ છે કે આપણે જિંદગીને સમજી શકતા નથી કે સમજપૂર્વક સ્વીકારી શકતા નથી! આપણને જેવી કલ્પના હોય એવું જીવન કંઈ ૧૩ વિચાર પંખી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154