Book Title: Vichar Pankhi
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 140
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir What is Life? LIFE IS A MEAL EAT IT તમને જમતાં આવડે છે? ખાવાની ખરી રીત ખબર છે? કેવો બેહૂદો પ્રશ્ન લાગે છે, ખરુંને? પણ મારા વહાલા દોસ્ત! પેટ ભરવું જુદી ચીજ છે ને ભોજન કરવું જુદી વસ્તુ છે! પેટ ભરનારાઓ રીત - રસમ કે વાતાવરણ વ્યવસ્થા વગેરેનો વિચાર કરવાની તસ્દી નથી લેતા! જ્યાં જોયું... જ્યાં મળ્યું ત્યાં મોટું મારી બેસે! જ્યારે ભોજન કરનારની ભાત ખાઉધરાઓની જમાત કરતાં ન્યારી હોય! ભોજનમાં ભજનનો ભાવ ભળે તો ભોજન પણ ભવ્ય બને! આયુર્વેદના મત પ્રમાણે ભોજન કરો નહીં પણ પાણીની જેમ પીઓ! જ્યારે પાણી પીઓ નહીં પણ ભોજનની જેમ એને ચાવી ચાવીને ખાઓ! 'જિંદગી પણ “સીપ' કરવા માટે છે. ઘૂંટડે ઘૂંટડે ભરીને પીવા માટે છે! એકલું ગળ્યું જમવાનું યે સારું ન લાગે.. તીખું તમતમતું પણ જોઈએ... આંખમાં પાણી ને નાકમાં સળવળાટ પેદા કરે એવું તીખું ખાવાની યે મઝા હોય છે! જિંદગીમાં યે એક સરખી મીઠાશ મજા નથી આપતી. વેદનાની તીખાશ..દુઃખનો તમતમાટ પણ જીવનને મજાનું બનાવે છે! કેટલાક લોકોને નાસ્તાથી ચાલી જાય. કેટલાક વળી બપોરનું ખાણું ખાય ને કેટલાક સાંજના વાળું પછી યે ધરાતા નથી! તમને ખબર છે ને જે જેટલું ઓછું ખાવા રોકાય છે. એને એટલું ઓછું ભાડું આપવું પડે છે? જિંદગી જમણ છે પણ ખાવા માટે નહીં, ખવડાવવા માટે! Life is meal, but not only for yourself but for all mankind. વિચાર પંખી ૧૨૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154