________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A MYSTERY UNFOLD IT
કોઈક અણઉકલ્યા ને વણશોધાયા રહસ્યના જેવી જિંદગી મળી છે આપણને! રહસ્યની રઢિયાળી રાત જેવા જીવનને ઉઘાડવાનું છે, ખોલવાનું છે!
જાતની ખોજ કર્યા વગર જગતમાં જ ખોવાઈ ગયા તો આપણું જીવન અતૃપ્ત રહેશે! ભીતરની ભાતીગળ ભોમકાને ખેડીએ...અંતરમાં જામી પડેલા અંધકારને ઉલેચીએ!
એક એક મહોરાને ઉતારીને... એક એક પડદાને ચીરીને.... જિંદગીની સમગ્રતા સંપૂર્ણતાને જોઈએ.. જાણીએ... સમજીએ... અને સ્વીકારીએ!
જે પોતાની જિંદગીનાં રહસ્યોનો તાગ ન મેળવી શકે એ અન્યને તો શું સમજશે ને શું સ્વીકારશે?
ઈજીપ્તના પિરામિડો કે હિમાલયની ગુફાઓ કરતાં પણ વધુ રહસ્યભરી જિંદગીની દાસ્તાન છે! જરી હિંમત જોઈએ પર્દાનશીન જિંદગીનો ઘૂંઘટ ઉઠાવવા માટે! કારણ એકવાર જિંદગીને જોયા પછી એનો સ્વીકાર કરવો પડે! અલબત્ત, જિંદગી ખુદ તૈયાર છે તમને મળવા.. પણ જો તમે તૈયાર હોવ તો!
“હુસ્ન બેતાબ હે જલ્લા દિખાને લિયે
કોઈ તો આમાદા બનો પર્દા ઉઠાને કે લિયે!' જિંદગીનું સૌન્દર્ય નીરખવા હળવેથી નકાબને ઉઠાવી લો ને?
વિચાર પંખી
૧૦૭
For Private And Personal Use Only