________________
Shri Mahavir Jain Aradhana Kendra
What is Life?
www.kobatirth.org
LIFE IS A TRAGEDY FACE IT
હાં મારા દોસ્ત, જિંદગી કરુણતાનું કાવ્ય બનીને ક્યારેય આપણી સામે આવી ઊભી રહે છે ત્યારે ચહેરા પર ચાંદી જેવા સ્મિતના બદલે વિષાદનાં વલવલતાં વાદળાં છવાઈ જાય, આંખોના સરોવરમાં વેદનાનાં વમળો સર્જાઈ જાય. પાંપણના ટેરવાથી ખરતાં મોતીને કદાચ કોઈ રેશમી રૂમાલમાં ઝીલી લેશે પણ હૈયાના અતલ ઊંડાણમાં ધગધગતી વેદનાના લાવાને કોણ સ્પર્શશે...?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિલની ધરતી પર દુઃખના ડેરા...તંબુ એવા નંખાઈ જાય છે કે પાછા જલદી સમેટાતા નથી...! મોસમની જેમ મન પણ વારે વારે બદલાયા કરે.
૧૦૭
લાગણીઓમાં ગૂંથાઈ જાવ પણ ગૂંચવાઈ ન જાવ...!
ક્યાં સુધી આંસુ અને ઉદાસીનો જનાજો મહોબતની કાંધે ઉપાડ્યા કરશો..? પોલૅન્ડના ખ્યાત અભિનેતા ‘રોમન પોલાંસ્કીની જેમ શું તમે પણ એમ કહી શકશો?
...I am used to grieves!'
'धरा तपी तो गगन आँख में जल भर लाया चाँद रोया तो समंदर में ज्वार लहराया मगर ए दोस्त! मेरा काफिला लूँटा जिस दिन न कोई आँख भरी, न किसी को प्यार आया ।'
For Private And Personal Use Only
વિચાર પંખી