________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A DUTY PERFORM IT
જી.. હાં.. જિંદગી એક કર્તવ્ય છે..જવાબદારી છે. આપણે આપણા કર્તવ્યનું પાલન કમર કસીને કરવાનું છે. જવાબદારીને જોશોહોંશથી અદા કરવાની છે. ફરજને કરજની જેમ નથી ચૂકવવાની, પરંતુ ફોરમતા ફૂલની જેમ મહેકાવવાની
છે.
પણ...આપણે તો Duty without beauty ના યુગમાં જીવીએ છીએ! અફકોર્સ, કર્તવ્યની કેડી કાંટાળી હોય છે. પણ કષ્ટોના કાંટાથી ડગી જાય છે તે ઇન્સાન ઊણો ઊતરે છે, જીવનના ક્ષેત્રમાં..! અહીં તો બોલબાલા છે આફતોમાં ખુમારીને જીવંત રાખનારની! કર્તવ્ય...! જી.. હાં... આપણી સાથે જીવતા, સાથે રહેતા તમામ પ્રત્યે આપણાં કર્તવ્યો છે...રાષ્ટ્ર સમાજ.. પરિવાર, ધર્મ બધાના પ્રત્યે આપણી ફરજ છે. “પછી એમ ના કહેવું પડે ક્યાંક :
પ્રણય માંગે, ફરજ માંગે,
ધરા માંગે, ગગન માંગે કહો કોને કરું રાજી?
હૃદયના એક ટુકડામાં?'
વિચાર પંખી
૧0૫
For Private And Personal Use Only