________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A SONG SING IT
ક્યારેય કોઈ હેતભીની હલક સાથે ગવાતાં મીઠાં ગીતો સાંભળ્યાં છે...? વાતાવરણમાં સ્વરના દીવડા પેટાવતો કોઈ અવાજ તમે મન ભરીને સાંભળ્યો છે? કેવી મીઠાશ ટપકતી હોય ગીતના શબ્દ...શબ્દ...? પણ જ્યારે શબ્દોનાં ફૂલો દર્દભીનાં હોઠોની પાંદડી પર પથરાય ત્યારે આંસુ નીતરતી વેદનાના બાહુપાશમાં જકડાયેલું ગીત આપણને હચમચાવી દે છે!
બસ તો મારા દોસ્ત, જિદગીનું કાંઈક આવું જ છે..! જિંદગી એક ગીત છે... આપણે મસ્તીથી ગાવાનું છે..
ક્યારેક આરોહમાં ગીત ચઢશે તો ક્યારેક વળી અવસાદના અવરોહમાં ગીત નીચે ઊતરશે. પણ ગીત આખરે ગીત... આરોહ અને અવરોહ વગર ગીત ઘૂંટાતું નથી...! સંગીતના સૂર સપ્તકના નિયમોની બહાર જઈને કોઈ ગાવા લાગે તો ગત બેસૂરું બની જાય...! એમ જીવનના યે નિયમો છે...! મર્યાદાઓ છે...! શબ્દને તું વાવવા કોશિશ ન કર
મૌનને ફણગાવવા કોશિશ ન કર વાંઝણી છે બારમાસી ઝંખના
લાગણી લંબાવવા કોશિશ ન કર.”
૧૦૮
વિચાર પંખી
For Private And Personal Use Only