________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
What is Life?
LIFE IS A BLISS FEEL IT
અરે.. પણ જોઈએ છે શું..?
સુખ જોઈએ છે... ને..? ઓ માય ગોડ...! સુખ તમારી પાસે છે. છતાં તમે એને જોઈ શકતા નથી!
ઓ મારા... મહેરબાન...! તમારું જીવન એ જ પરમ સુખ છે... પરમ આનંદનો ખજાનો છે. માનવીનો અવતાર ખરેખર મજાનો છે. તમારી આસપાસ સુખનાં તરો-તાજાં ફૂલો વીખરાયેલાં છે! જરી હળવા હાથે એને સ્પર્શે તો ખરા.. જાતમાં સુખના સાગર લહેરાય છે... શા માટે જ ગત તરફ દોટ મૂકો છો સુખને શોધવા?
આ ધરતી.. આ આકાશ, આ ફૂલ. આ ચાંદ.. આ સૂરજ... આ ભર્યા ભર્યા વાદળાં...
આ વૃક્ષની ડાળે ઝૂલતાં...ઝૂમતાં પંખી.. બસ સુખ જ સુખ છે... ચારે બાજુ..!
જિંદગી કામિયાબ થઈ જશે પ્રશ્નો બધા જવાબ થઈ જશે તમે જો ઝીલશો આંચલમાં આંસુ આંસુ ગુલાબ થઈ જશે.”
વિચાર પંખી
For Private And Personal Use Only