________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિફરત કરનેવાલોં સે! કી
માત્ર બાહ્ય સંજોગો.. બાહ્ય પ્રવૃત્તિઓ અને બાહરી પરિસ્થિતિઓમાં અટવાતા માનવી માટે ઘણી વખતે આપણે ખોટી ધારણાઓ બાંધી લેતા હોઈએ છીએ... વર્તનના આધારે એના સમગ્ર વ્યક્તિત્વને આપણે પિછાણવાનો દાવો કરી બેસીએ છીએ! અને મોટે ભાગે તો આપણી નજરમાં સામી વ્યક્તિ ગુનેગાર જ હોય છે...
અલબત્ત, કમી કે કમજોરી નબળાઈ કે વિવશતા દરેકના વ્યક્તિત્વમાં ઓછાવત્તા અંશે રહેલી હોય છે... એમાંય જ્યારે મજબૂરીઓની માંદગી ઉમેરાય ત્યારે વ્યક્તિ ભાંગી પડે છે, થાકી જાય છે...હારી જાય છે...અને ખોટું કરી બેસે છે..ખરાબ બની જાય છે...પણ માનવી છે શું? દોસ્ત! નસીબ-કર્મોના હાથમાં રમતું રમકડું! કર્મોની માટીનાં રમકડાં જેવા આપણે ઘડાયા છીએ જ એવા કે કાંઈક ને કાંઈક આપણને ખેંચ્યા કરે...! ખૂટ્યા કરે...!!
સામી વ્યક્તિના વેરવિખેર વ્યક્તિત્વનું પોસ્ટમોર્ટમ' કરવા કરતાં એની વિવશતાને હળવેથી સ્પર્શવી જોઈએ! કોઈને ગુનેગાર બનવું નથી ગમતું પણ સમય અને સંજોગોના સકંજામાં સપડાયેલો માનવ જીવનપંથે પછડાટ પણ ખાય છે – ઠોકર પણ ખાય છે.
પછડાટ ખાઈને પડી જનાર પ્રત્યે તિરસ્કાર કે નફરત ના શોભે ભઈલા! એના બાહરી વર્તન ને દેખીતા સંજોગો કરતાં પણ જે કંઈક એને પીડે છે એનો તો વિચાર કરો!
ઉંમરનો રસ્તો યે હમવાર નથી હોતો
આપણો પડછાયો યે મદદગાર નથી હોતો! દોસ્ત! મજબૂરીઓની વાત જવા દે બાકી
જનમથી માનવી ગુનેગાર નથી હોતો!'
વિચાર પંખી
For Private And Personal Use Only