________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
fી ૧૫ મી ઓગષ્ટ2... * સ્વતંત્રતા! ક્યાં છે? હલ
આજે રાષ્ટ્રનો સ્વતંત્રતા દિવસ ઊજવાય છે..! કહેવા પૂરતાં આપણે આજથી બરાબર ૬ર વરસ એટલે બાવીસ હજાર છસોને ત્રીસ દિવસ પહેલાં આઝાદ પણ બની ગયા પણ ખરેખર આપણે આઝાદ છીએ ખરા? અરાજકતા અને અંધાધૂંધી... અવ્યવસ્થા અને આતંક...!!
શું આ સ્વતંત્રતા છે..? ચોરે ને ચૌટે બળાત્કાર, અપહરણો.. આનું નામ આઝાદી..?
શું આટલા માટે આપણા નરબંકાઓએ પોતાની જાનફેસાની કરી હતી? ભગવાન મહાવીર અને બુદ્ધ જે દેશમાં જન્મ્યા એની આ દશા? આજે સુભાષ-સરદાર કે ગાંધી... નહેરુ આવીને દેશની હાલત જુએ તો? એમના મોઢામાંથી આવું જ કંઈક નીકળે :
પંખી સમજે છે કે ચમન બદલાયું છે,
સિતારાઓ મલકે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસ પાડે છે (કે)
છે લાશ એની એ જ, ફક્ત કફન બદલાયું છે'
વિચાર પંખી
For Private And Personal Use Only