________________
૧૭૬
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
કરે તો તે સમાજ ટકી શકે નહિ. સમાજના જુદા જુદા વર્ગો પોતપોતાની શક્તિ અને આવડત અનુસાર તથા પોતપોતાના સંજોગો અને તક અનુસાર પોતાનો વ્યવસાય મેળવી લે છે કે શોધી લે છે, ક્યારેક વ્યવસાય-પરિવર્તન પણ થયા કરે છે. પોતપોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે એમ કરવું અનિવાર્ય બની જાય છે. સમાજના વિભિન્ન વર્ગો વચ્ચે જીવનની જરૂરિયાતો અંગે આ રીતે વિભિન્ન વ્યવસાયો દ્વારા આદાનપ્રદાનની ક્રિયા સતત ચાલતી રહે છે. એમાં કોઇને ભાર લાગતો નથી. પોતપોતાને ભાગે આવેલું કામ દરેક પોતપોતાની ઇચ્છાશક્તિ અનુસાર કર્યું જાય છે. સમાજની આ વ્યવસ્થામાં સંવિભાગનો સિદ્ધાંત ઘણે અંશે વણાઈ ગયેલો હોય છે.
દરેક વ્યક્તિની ઉત્પાદકશક્તિ અને ઉપભોગશક્તિ એકસરખી નથી હોતી. વળી સમાજમાં લોકોનાં બોદ્ધિક સ્તરની અને શારીરિક શક્તિની ઉચ્ચાવતા હોવાને લીધે દરેક વ્યક્તિની જીવનપર્યત ઉત્પાદનસક્તિ પણ એકસરખી નથી હોતી અને ઉપભોગશક્તિ પણ એકસરખી નથી રહી શકતી. મનુષ્ય જ્યારે સમાજની સ્થાપના કરીને તેના એક અંગરૂપે રહ્યો છે ત્યારે આવી ઉચ્ચાવચતાને કારણે પરસ્પર સહકારનો સિદ્ધાંત એના પાયામાં રહેલો હોવો જોઈએ. આ સહકારની ભાવના ન હોય તો સમાજમાં કલેશ, દ્વેષ, સંઘર્ષ વગેરે રહ્યા કરે અને સમાજ છિન્નવિચ્છિન્ન થઈ જાય. સમાજમાં બધાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org