Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 354
________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । ૩ ૪૫ મૂક્યો. એક જૂની કહેવત છેઃ જંગલે જટ્ટ (જંગલી આદિવાસી) ન છેડીએ; બજારે બકાલ; કસબ તુર્ક (મુસલમાન) ન છેડીએ, નિશ્ચય આવે કાળ.” માણસ ગમે તેટલો બહાદુર અને હિંમતવાન હોય પણ જંગલમાં એકલો જતો હોય અને કોઈ જંગલી માણસ સાથે તકરાર થાય, મુસાફર સાચો હોય અને ન્યાય એના પક્ષે હોય તો પણ જટ્ટની સાથે તકરાર ન થાય. મુસાફર એકલો હોય અને ટ્ટ ઘણા લોકો એકઠા થઇને એને મારી નાખે. તેવી રીતે માણસ એકલો હોય અને બજારમાં કોઈ બકાલ (શાકભાજી વેચનાર કાછિયા) સાથે ઝઘડો થાય તો મારામારી પર ન ઊતરી પડાય કારણ કે બકાલ વગેરે ઘણા બધા હોય તો તેઓ પોતાના જાતભાઇને બચાવવા એકલા માણસને ઘેરી વળે છે, વધારે થાય તો ધોલધપાટ પણ કરે છે. તેવી રીતે મુસલમાનોના રાજ્યના વખતમાં કસબામાં, પોલીસના થાણામાં કોઈ તુર્ક (મુસલમાન) સાથે ઝઘડો કર્યો તો બીજા તુર્કો તરત એકઠા થઈ જશે. આમ કેટલીક એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં નીડર બહાદુર માણસે પણ બાંયો ચડાવવા જેવું હોતું નથી. માણસે પોતાની શક્તિ માટે આત્મવિશ્વાસ ધરાવવો જ જોઈએ, પરંતુ કેટલાક માણસો પોતાની વિવિધ પ્રકારની શક્તિ માટે વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવે છે, પરંતુ કસોટીનો પ્રસંગ આવે ત્યારે તેઓ હારી જાય છે. કેટલાક નાનાં પ્રલોભનો વખતે માણસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368