Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 366
________________ कडाण कम्माण ण मोक्ख अस्थि । કરે છે, પરંતુ એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવવામાં કોઈ ભાગ પડાવવા આવતું નથી. ગંભીર રોગના રૂપમાં તે કર્મ ઉદયમાં આવે છે અને અસહ્ય યાતના ભોગવવી પડે છે તો તે પોતે એકલાએ જ ભોગવવાની રહે છે. કેટલાક માણસો ચોરી કરીને ઘણું ધન કમાય છે, પણ બહુ ઓછા માણસો સમજે છે કે તે અહીં જ મૂકીને જવાનું થાય છે. પરંતુ તેમનાં પોતાનાં કર્મનું ફળ એને આ ભવમાં કે પરભવમાં ભોગવવાનું આવે છે. પોતાના લોભ કે સ્વાર્થને માટે માણસ અસત્ય બોલે છે, ચોરી કરે છે, બીજાનું છીનવી લે છે. ‘જર, જમીન અને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું' એ કહેવત તદ્દન સાચી છે. એના માટે મોટાં વેર બંધાય છે, વે૨નો બદલો લેવાય છે. એ માટે ઘો૨ હિંસા થાય છે. પરંતુ આવી હિંસાને પરિણામે તેવા જીવો નરક ગતિમાં જાય છે. એટલા માટે જ કહેવાયું છે કે ‘બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ ?’ કયું કર્મ ક્યારે ઉદયમાં આવે છે એ તો કોણ કહી શકે ? ક્યારેક તે તરત ઉદયમાં આવે છે અને ક્યારેક હજારો ભવ પછી. પરંતુ કર્મનો હિસાબ અવશ્ય ચૂકતે થાય છે. કોઈવાર ચોરી કે બળાત્કાર કરવા જતાં માણસ પકડાય અને તે વખતે જ લોકો એના પર એવા તૂટી પડે કે માણસ ત્યાં જ મૃત્યુ પામે, ત્યારે એને એના કર્મનું ફળ તરત મળ્યું એમ લોકો કહે છે. કેટલીક વાર માણસે મોટી દાણચોરી કરી Jain Education International For Private & Personal Use Only ૩૫૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368