Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 362
________________ कडाण कम्माण ण मोक्ख अस्थि । ૩૫૩ પગથિયા પરથી વહુનો પગ લપસ્યો. તેને પણ તે જ રીતે જમણા પગે ફ્રેક્યર થયું. એને ઊંચકીને ઘરે લાવ્યા. પીડાને લીધે વહુ ઘરમાં પથારીમાં પડી પડી જે રીતે ડોસી ચીસો પાડતી હતી તે જ રીતે ચીસો પાડવા લાગી. છ મહિને એટલા જ દિવસે તેનું પણ મૃત્યુ થયું. આખી ઘટનાનું જાણે પુનરાવર્તન થયું. કર્મફળ ભોગવવાનાં આ તો વિલક્ષણ પ્રકારનાં ઉદાહરણો છે. કેટલીક વાર કોઈક બીજા પ્રકારની વિલક્ષણતા કે વિચિત્રતા કર્મફળના વિષયમાં જોવા મળે છે. કર્મની ગતિ બહુ ન્યારી છે અને ગહન તથા અકળ છે. એટલા માટે ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છેઃ तेणे जहा संधिमुहे गहीए सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच्च इहं च लोए कडाण कम्माण णमोक्ख अत्थि। [જેમ ખાતર પાડતી વખતે જ “સંધિઅહે' એટલે છીંડું પાડવાની જગ્યાએ પકડાઈ જતાં પાપી ચોર પોતાનાં પાપકર્મોથી દુઃખ પામે છે તેમ દરેક જીવ પોતાનાં કરેલાં કર્મોનું ફળ આ લોકમાં કે પરલોકમાં ભોગવે છે, કારણ કે કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી.] વળી ઉત્તરાધ્યયનસૂત્રમાં જ ભગવાને કહ્યું છે: जे पावकम्मेहिं धणं मणुस्सा समापयंति अमइं गहाय । पहाय ते पासपयट्टिए णर वेराणुबद्धा णरयं उवेति ।। [જે મનુષ્યો પાપકર્મ કરીને ધનનું ઉપાર્જન કરે છે અને ધનને અમૃતતુલ્ય સમજીને સંગ્રહ કરે છે, પરંતુ સંસારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368