Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 356
________________ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । ૩૪૭ મંત્રીપદ મળતું હોય તો ભિખુ તરીકે જીવન જીવવાનો કોઈ અર્થ નથી. એણે ગુપ્તચરોને પોતાની સંમતિ જણાવી. આ વાત જાણીને બુદ્ધને લાગ્યું કે ત્યાગવૈરાગ્ય કરતાં રાજ્યનું મંત્રીપદ અંકમાલને મોટું લાગ્યું છે. ત્યાર પછી ભગવાન બુદ્ધ એક દિવસ અંકમાલને મળવા ગયા. ત્યારે સંકેત કર્યા પ્રમાણે આમ્રપાલી બુદ્ધને કંઈક પૂછવા માટે આવી અને ત્યાં ઊભી રહી, આમ્રપાલીએ અંકમાલ સામે જોઇને કંઈક હાવભાવ પણ કર્યા. એ વખતે બુદ્ધ સાથે વાત કરતાં કરતાં અંકમાલની નજર વારંવાર અપ્સરા જેવી આમ્રપાલી તરફ જવા લાગી. વાત કરવામાં એનું બરાબર ધ્યાન નહોતું. અંકમાલ સાથે વાત કરીને બુદ્ધ પાછા આવ્યા. થોડા દિવસ પછી તેમણે અંકમાલને જણાવ્યું કે “ધર્મોપદેશ આપવા માટે તમે હજુ કાચા છો.” મોટાં પ્રલોભનો જ્યારે આવે છે ત્યારે ભલભલા માણસ ડગી જાય છે. કેટલાક માણસો નાના વર્તુળમાં બહુ તેજસ્વી લાગે છે. લોકો પણ તેમનાથી અંજાય છે. તેઓ સર્વોપરિ જણાય છે. એક વખત કર્ણાટકમાં ગોકાકમાં અમારો એન.સી.સી.નો કેમ્પ હતો. અમારા કેમ્પ કમાન્ડન્ટ કર્નલ બ્રિટો હતા. તેઓ બહુ તેજસ્વી, કાર્યદક્ષ ઓફિસર હતા. એમ હોય તો જ એવી ઊંચી રેન્ક પર પહોંચી શકે. પંદરસો કેડેટ અને પચાસ ઑફિસરના અમારા જોઇન્ટ કેમ્પમાં કર્નલ બ્રિટો છવાઈ ગયા હતા. એંગ્લો ઈન્ડિયન, ગોરી ચામડી, ધારદાર આંખો, ચપળ ગતિ, સત્તાવાહી અવાજ આ બધાને લીધે કર્નલ બ્રિટોની એક જુદી જ સરસ છાપ બધાંના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368