Book Title: Veerprabhuna Vachano
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 351
________________ ૩૪ ૨ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ છે. આ આકરો પરીષહ છે. સંયમમાં પૂરી શ્રદ્ધા હોય તો એવા પરીષહો જીતી શકાય. વધનો ઉપસર્ગ સમતાપૂર્વક સહન કરનારા મહાત્માઓ ઘણી ઊંચી આત્મદશા ધરાવતા હોય છે. બ્રહ્મચર્યવ્રતમાં સ્થૂલિભદ્રજી અને સિંહગુફાવાસી સાધુનાં દૃષ્ટાંત જાણીતાં છે. સ્થૂલિભદ્રજી દીક્ષા લે છે ત્યારે એમના ગુરુ મહારાજ એમને પહેલું ચાતુર્માસ કોશાને ત્યાં એકલા જઇને કરવાની આજ્ઞા કરે છે. પોતાની પૂર્વ પ્રેયસી રૂપવતી કોશાને ત્યાં ચાતુર્માસ કરવા જવામાં બ્રહ્મચર્યવ્રતની કેટલી ભયંકર કસોટી કહેવાય ! છતાં સ્થૂલિભદ્રજી જરા પણ વિચલિત થયા વગર, પૂરી આરાધના કરીને તથા કોશાને પણ બોધ આપીને પાછા ગુરુ મહારાજ પાસે આવે છે ત્યારે ગુરુમહારાજ સ્થૂલિભદ્રજીને “દુષ્કર, દુષ્કર” એમ બે વાર કહીને શાબાશી આપે છે. એ વખતે બીજા એક સાધુ પણ કઠોર ચાતુર્માસ કરીને આવે છે. તેમણે સિંહની ગુફામાં રહીને ચાતુર્માસની આરાધના કરી હતી. એમને શાબાશી આપતાં ગુરુ મહારાજ “દુષ્કર-એમ એક વખત બોલે છે. એક નવયૌવનાને ત્યાં રહેવું એ દુષ્કર” કે સિંહની ગુફામાં રહેવું દુષ્કર' ? “દુષ્કર, દુષ્કર એમ બે વખત બોલાયું એટલા માટે તેઓ સ્થૂલિભદ્રની ઇર્ષા કરે છે અને પોતે બીજું ચાતુર્માસ કોશાને ત્યાં કરવાની આજ્ઞા માગે છે. ગુરુ મહારાજની આજ્ઞા મળતાં તેઓ કોશાને ત્યાં ચાતુર્માસ માટે જાય છે, પણ જતાંની સાથે કોશાને જોતાં જ મનથી તેઓ બ્રહ્મચર્યવ્રતથી ચલિત થઈ જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368