Book Title: Trishashti Shalaka Purush Charitra Part 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ નવી આવૃતિની પ્રસ્તાવના પ્રત્યેક ધર્મો–સસ્કૃતિને તેને આગવા ઇતિહાસ હોય છે, એ ઈતિહાસને ઘડનારા ધીર–વીર–ગ’ભાર અને શાન્ત–ઉદાત્ત મહાપુરુષા હોય છે અને એ ઇતિહાસપુરુષાના જીવનને જીવત રીતે વવનારા પ્રથા પણ હોય છે. આ ત્રણ તત્ત્વ એ કાઈ પણ સંસ્કૃતિનાં પ્રાણ છે; આમાંનાં એકાદ તત્ત્વની પણ ન્યૂનતા એ સ`સ્કૃતિને ઊગતી જ મુરઝાવી દેવા કે આગળ વિકસતી અટકાવવા માટે પૂરતી બની રહે. આજે તે આપણે ત્યાં, પશ્ચિમથી આયાત થયેલી અને વિજ્ઞાનના નામે/એઠાં હેઠળ ફૂલેલીફાલેલી એક ફેશન લગભગ સાĆત્રિક ધારણે પ્રવર્તે છે કે ધાર્મિક પ્રથામાં લખાયેલી વાતે એ એક જાતનાં ‘મિથ' (Myths) એટલે કે કલ્પિત રૂપા જ છે અને જનસાધારણની આસ્થાના આરાધ્ય દેવ બનેલા મહાપુરુષા પણુ કાઈ સમ કવિની માનસિક કલ્પનાસૃષ્ટિની જ નીપજ છે; અને વસ્તુત: તેવા કાઈ મહાપુરુષા થયા જ છે એમ માનવું તે અનૈતિહાસિક અને અતિશયાક્તિભયુ છે. પૌરાણિક ધર્મપ્રથામાં જે પાત્રા, તેમના જીવનમાં બનેલી ઘટનાએ વગેરે વાંચવા કે સાંભળવા મળે છે. તેમાં ઐતિહાસિક તથ્ય નગણ્ય છે, કલ્પનાસૃષ્ટિ વધુ. જે નરી આંખે દેખાય તેને જ સ્વીકાર કરવા’– એવા ચાર્વાકના સામાન્ય સિદ્ધાંતના અનુકરણરૂપ આ બધી આધુનિક ફેશન છે, એમ આના જવાબમાં કહી શકાય. વિજ્ઞાનના યુગ તરીકે ઓળખાતા આ કાળના, પોતાની જાતને વિજ્ઞાનપરસ્ત/વૈજ્ઞાનિક ગણાવતા માનવને અને તેના આધુનિક વિજ્ઞાનને, આજે, વધુમાં વધુ સફળતા કચાંય મળી હોય તેા તે એ ક્ષેત્રામાં : ૧. માનવજાતના કલ્યાણના નામે, પ્રચ્છન્ન રીતે, તેણે માનવજાતના નિકદનની તમામ શકયતા સર્જી લીધી છે; અને ૨. સંસ્કૃતિપરસ્ત માનવીના મનમાં ઊંડા મૂળ નાખીને પડેલી તેની ધાનિક અને સાંસ્કારિક આસ્થાએને અને તે આસ્થાની પરિણતિસમાન મુગ્ધતા તથા પવિત્રતાને તેણે લગભગ હચમચાવી-હલબલાવી મૂકી છે. જે આસ્થા ભારતીય માનવનું અને સસ્કૃતિનું જીવનબળ હતું, તેને જ જાણે કે લૂણેા લાગી ગયા છે! એ સિવાય આપણી આčવત્તની સ`સ્કારિતાના નવ નિધિ જેવા ગ્રંથાને અને એમાંના ઇતિહાસને ‘મિથ’ કહેવાની હિ'મત કેમ ચાલે ? આ પરિબળેાને પ્રતિકાર અને પ્રતિવાદ કરવાના-પૂરેપૂરી તાકાતથી એ પરિબળા સામે ઝઝૂમવાને અવસર હવે આવી લાગ્યા છે. આ પ્રતિકાર કરવાનુ` સામર્થ્ય મેળવવાના એકમાત્ર અને પ્રબળ શક્તિશાળી સ્ત્રોત છે આસ્થા. જો આપણામાં દૃઢ આસ્થા હાય, તેતા આપણી બુદ્ધિ-પ્રખર મુદ્ધિ-મન-નયનને અગેાચર એવા દેશાતીત અને કાલાતીત પદાર્થાં, પાત્રો અને પ્રસંગેાની પણ યથાતાને પ્રીછ્યા વિના રહે નહિ. આપણને આપણા પ્રાચીન મહાપુરુષા અને તેમના જીવનની વિવિધ ઘટનાઓના અસ્તિત્વ વિશે, અંશે કે સર્વાં`શે, શંકા જાગ્યા કરે છે; તેમાં વિશ્વાસ નથી જામતા, તેનું કારણ આપણામાં રહેલી આસ્થાની કચાશ છે, અને આસ્થા કાચી પડવાનું કારણ આપણા ચિત્તમાં ઘર કરી ગયેલા કારા -સમજણ કે વિવેક વિહોણા, નાદાન બુદ્ધિવાદ છે. બુદ્ધિવાદે આપણને કેવુ...–કેટલું નુકસાન કર્યુ છે તે સમજવા માટે અહીં આપણે ગુજરાતી ભાષાના સમ કવિ (અને ઊંચા ગજાના ભક્ત સાધક) શ્રી મકરંદ દવેનું એક પ્રાસંગિક અવતરણ જોઈએ: “એક ખાજુએ ભાગવતની કથામાં રમમાણ રહેતા હારા ભાવિકો છે તેા બીજી બાજુ આને સમયના દુરુપયોગ ગણનારા મુદ્ધિવાદી વગ પણ છે. તેમને માટે ભાગવત એ માત્ર ‘મિથ’ છે;

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 232