Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 3
________________ પ્રસ્તાવના. શ્રી જૈનદર્શનમાં દેવતત્ત્વ ગુરૂતત્ત્વ અને ધર્મતત્ત્વ એ ત્રણ તવ પ્રસિદ્ધ છે, તે જ ત્રણ તને આદર પૂર્વક આરાધવાના વિધિરૂપ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરે આ ગ્રંથમાં કહેલાં ત્રણ ભાષ્ય રચ્યાં છે. તેમાં ચૈત્યવંદન ભાષ્ય દેવતત્ત્વ રૂપ છે, કારણ કે એમાં શ્રી અરિહંત દેવને વંદના કરવાનો વિધિ ચાવીસ દ્વારેથી દર્શાવેલ છે. ગુરૂવંદન ભાષ્ય ગુરૂતત્ત્વના સ્વરૂપવાળું છે, કારણ કે એમાં ગુરૂને વંદન કરવાને વિધિ દર્શાવ્યું છે, અને પ્રત્યા ખ્યાન ભાષ્ય ધર્મતત્ત્વ રૂપ છે, કારણ કે સાધુને સર્વવિરતિ ધર્મ મૂળગુણથી અને ઉત્તરગુણથી એમ બે પ્રકાર છે. તેમાં પાંચ મહા વત તે મૂળગુણ ધર્મ અને પિંડવિશુદ્ધિ આદિ [આહાર વિધિ વિગેરેના] આચાર તે ઉત્તરગુણ ધર્મ તેમજ શ્રાવકના દેશવિરતિ ધર્મમાં પણ પાંચ અણુવ્રત તે મૂળગુણ ધર્મ અને શેષ વ્રત તે ઉત્તરગુણ ધર્મ છે. ત્યાં આ પ્રત્યાખ્યાન ભાષ્યમાં કહેલાં ૧૦ પ્રકારના કાળ પ્રત્યાખ્યાનો તે સાધુને અને શ્રાવકને ઉત્તરગુણ ધર્મ છે, માટે પ્રત્યાખ્યાન ભાષ્ય ધર્મતત્ત્વ રૂપ છે. આ ભામાં દેવવંદન વિધિ, ગુરૂવંદન વિધિ અને પ્રત્યાખ્યાન વિધિ દર્શાવેલા હોવાથી આ ગ્રંથ જૈનધર્મમાં વિધિમાગને અથવા ક્રિયામાગને ગ્રંથ ગણાય. આ ગ્રંથમાં ચૈત્યવંદનસૂત્ર, દ્વાદશાવવંદનસૂત્ર અને પ્રત્યાખ્યાનના આલાપકો કહ્યા નથી તે પ્રતિક્રમણ વિગેરે ગ્રંથમાં છપાઈ ગયેલા પ્રસિદ્ધ છે તેમાંથી જાણી લેવા. ચૈત્યવંદન Swsમાં–નામજિન–સ્થાપનાજિન (એક ચેત્યની પ્રતિમા)-વ્યંજે ભાવજિન-ત્રણે લોકની સર્વ પ્રતિમા–વર્તમાનમાં વિચરતા જિનેશ્વર-(પ્રસંગે) મુતજ્ઞાન–સર્વ સિદ્ધ-વર્તન માન શાસનના નાયક-ગિરનાર તીર્થ—અને અષ્ટાપદ વિગેરે તીર્થ એ ૧૧ ને વંદના નમસ્કાર અને તે ઉપરાન્ત શાસનરક્ષક સમ્યગદષ્ટિ દેવ દેવીનું સ્મરણ એ ૧૨ વિષય મુખ્ય છે, કે જેને ગ્રંથકર્તાએ ૪ થી મી ગાથા સુધીમાં ૧૨ અધિકારરૂપે સ્પષ્ટ દર્શા વ્યા છે, અને પ્રસંગથી બીજા અનેક વિધિ ૨૪ દ્વારને ૨૦૭૪ બેલથી–પ્રતિભેદથી દર્શાવ્યા છે. પુર્વાન મામાં–આચાર્ય આદિ પદવીધર મુનિ મહા- રાજને બાર આવર્તવાળા વંદનથી વંદના કરવાને વિધિ મુખ્ય

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 276