________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
[ ૩૦ ]
66
૪- પ્રવચનસાર (પાટની ગ્રંથમાલા ) ગાથા ૨૪૫ની ટીકા પાનું ૩૦૧ માં જ્ઞાનીના શુભોપયોગરૂપ વ્યવહારને આસવ જ ” કહેલ છે, માટે તેનાથી સંવર અંશમાત્ર પણ નથી.
શ્રી પંચાસ્તિકાય ગાથા ૧૬૮ માં પણ કહ્યું છે કે “તેનાથી આસવનો નિરોધ થઈ શક્તો નથી,” અને ગાથા ૧૬૬માં પણ કહ્યું છે કે “વ્યવહાર મોક્ષમાર્ગ સૂક્ષ્મ પ૨સમય છે અને તે બંધનો હેતુ હોવાથી તેનું મોક્ષમાર્ગપણું નિરસ્ત કરવામાં આવ્યું છે. ગાથા ૧૫૭ તથા તેની ટીકામાં “શુભાશુભ પરચારિત્ર છે, બંધમાર્ગ છે, મોક્ષમાર્ગ નથી.”
૫- આ સંબંધમાં ખાસ ખ્યાલમાં રાખવા યોગ્ય વાત એ છે કે પુરુષાર્થસિદ્ધિઉપાય શાસ્ત્રની ગાથા ૧૧૧ નો અર્થ ઘણા લાંબા વખતથી કેટલાક અસંગત (અયથાર્થ) કરે છે, તેની સ્પષ્ટતાને માટે જુઓ આ શાસ્ત્રમાં પાનું ૪૩૮.
ઉપરોકત સર્વ કથનનો અભિપ્રાય સમજીને એમ શ્રદ્ધાન કરવું જોઈએ કે– ધર્મી જીવ પ્રથમથી જ શુભ રાગનો પણ નિષેધ કરે છે. માટે ધર્મપરિણત જીવનો શુભોપયોગ પણ તૈય છે, ત્યાજ્ય છે, નિષેધ્ય છે; કારણ કે તે બંધનનું જ કારણ છે. જે જીવો પ્રથમથી જ એવું શ્રદ્ધાન નથી કરતા તેમને આસ્રવ અને બંધ તત્ત્વની સાચી શ્રદ્ધા થઈ શકતી નથી, અને એવા જીવો આસ્રવને જ સંવરૂપ માને છે, શુભભાવને હિતકર માને છે, માટે તેઓ બધા જાઠી માન્યતાવાળા છે. આ વિષયને વિશેષ સમજવાને માટે જુઓ આ શાસ્ત્રમાં પૃ. ૪૪૦ થી ૪૪૭.
વ્યવહા૨ મોક્ષમાર્ગથી લાભ નથી એવી શ્રદ્ધા કરવી યોગ્ય છે
(૧૮) કેટલાક લોકો એમ માની રહ્યા છે કે શુભોપયોગથી અર્થાત્ વ્યવહાર મોક્ષમાર્ગથી આત્માને ખરેખર લાભ થાય છે, તો તે વાત મિથ્યા છે; કારણ કે તેઓ વ્યવહાર મોક્ષમાર્ગને વાસ્તવમાં બહિરંગ નિમિત્તકારણ નથી માનતા પરંતુ ઉપાદાન કારણ માને છે. જીઓ, શ્રી રાયચંદ્ર ગ્રંથમાલા પંચાસ્તિકાય ગાથા ૮૬ માં જયસેનાચાર્યની ટીકા
ત્યાં ધર્માસ્તિકાયનું નિમિત્તકારણપણું કેમ છે તે વાત સિદ્ધ કરવાને માટે કહ્યું છે કે शुद्धात्मस्वरूपे या स्थितिस्तस्य निश्चयेन वीतराग निर्विकल्प स्वसवेदन कारणं, व्यवहारेण पुनरर्हत्सिद्धादि परमेष्ठि गुणस्मरणं च यथा, तथा जीव पुद्गलानां निश्चयेन स्वकीय स्वरुपमेव स्थितेरुपादान कारणं, व्यवहारेण पुनरधर्मद्रव्यं चेति સૂત્રાર્થ:।
66
અર્થ:- અથવા જેમ શુદ્ધાત્મસ્વરૂપમાં ઠરવાને માટે નિશ્ચયનયથી વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન કા૨ણ છે તથા વ્યવહારનયથી અહંત-સિદ્ધાદિ પંચ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com