Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi

View full book text
Previous | Next

Page 20
________________ - - - - - - - - - - - - - - - - - - (૧૫) પંચ જ્ઞાન માંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ; દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશી મેહ રે...ભવિ૦ ૪ લોક ઉર્ધ્વ અધો તિર્યમ્ જ્યોતિષ, વૈમાનિકને સિદ્ધ; લોકાલોક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાન મુજ શુદ્ધ રે...ભવિ૦ ૫ (ઢાળ) જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિ જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે II વીર જિનેસર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે; આતમધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે રા. પછી “ હ પરમાત્મને નમઃ જ્ઞાનપદેભ્યઃ કલશ યજામહે સ્વાહા ” એ મંત્ર બોલીને જ્ઞાનને ફરતી કલશથી ત્રણવાર ધારાવાડી દેવી પછી વાસક્ષેપ, પૈસા હાથમાં લઈને નીચે પ્રમાણે સ્તુતિ કહેવી. જ્ઞાનસ્તુતિ જિન જન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો ય આગમ સુણતાં, છેદિ જે ગતિ ચાર, પ્રભુ વચન વખાણી, લીજે ભવનો પાર. (પછી જ્ઞાન પૂજવું, જ્ઞાનની વાસક્ષેપ વડે પૂજા કરવી અને પછી દ્રવ્ય મૂકી પૂજા કરવી. એટલે સોના નાણાથી અથવા રૂપા નાણાથી જ્ઞાનની યથાશક્તિ પૂજા કરવી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66