Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi
View full book text
________________
(૫૭)
છપ્પન દિગ્ કુમારી મીલી આવે, પ્રભુજીને હુલરાવે રે, થેઈ થેઈ નાચ કરે મારા વાલા, હરખે જિનગુણ ગાવે.
પ્યારો૦ કમઠ હઠ ગાળ્યો પ્રભુપાર્શ્વ બળતો ઉગાર્યો ફણીનાગ રે; દીયો સાર નવકાર નાગકું ધરણેન્દ્ર પદ પાયો.
...પ્યારો૦ ૩
દીક્ષા લઈ પ્રભુ કેવળ પાયા, સમવસરણમે સુહાયો રે, દીએ મધુરી દેશના પ્રભુ, ચૌમુખ ધર્મ
સુહાયો. ...પ્યારો૦ ૪
કર્મ ખપાવી શીવપુર જાવે, અજરામર યાદ પાવે રે, જ્ઞાન અમૃત રસ સે મારા વાલા, જ્યોતિસે જ્યોત મિલાવે
..પ્યારો૦ ૫
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો રે, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ મરણ દુ:ખ વારો, સેવક અરજ કરે છે રાજ, અમને શિવ-સુખ આપો. એ આંકણી॰ ।।૧।। સહુ કોનાં મનવાંછિત પૂરો, ચિંતા સહુની યૂરો; એહવું બિરૂદ છે રાજ તમારૂં, કેમ રાખો છો દૂરે ? સે૦ ।।૨।। સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો; કરૂણા સાગર કેમ કહેવાશો, જો ઉપગાર ન કરશો. સે॰ ।।૩।। લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિશન દીજે; ધુમડે રિઝું નહિ સાહિબ, પેટ પડયા પતી જે. સ૦ ।।૪।। શ્રી શંખેશ્વર મંડણ સાહેબ, વિનતડી અવધારો; કહે ‘જિનહર્ષ' મયા કરી મુજને, ભવસાગરથી તારો સેવક૦ ।।૫।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66