________________
(૨૩) તેવામાં એ જ નગરમાં આ રાજપુત્રીનો સ્વામી વિદ્યાધર અન્ય મિત્રો સાથે આવ્યો. પોતાની સ્ત્રીનો તેણે સ્વીકાર કર્યો, ત્યાંથી માનપૂર્વક લઈ જઈ પોતાના અંતઃપુરમાં રાખી. તપના પ્રભાવથી હવે એનો અશુભોદય ટળી ગયો હતો. શુભોદયે તેણીનો હાથ પકડયો હતો. તે સ્ત્રીએ પોતાના સ્વામીને ત્યાં પણ શાસનની વિશિષ્ટ પ્રભાવના કરવાપૂર્વક શીયલ પાળવા સાથે આ તપનું આરાધન સારી રીતે પૂર્ણ કર્યું. અંતે અનશન કરીને સુખ શાંતિથી તેણીએ પોતાનું આયુષ્ય પૂર્ણ કર્યું.
(૨)
આ ભારત દેશની રાજગૃહી નગરીમાં એક સંવર નામનો શેઠ રહેતો હતો. તેને ગુણવંતી નામની પતિવ્રતા ભાર્યા હતી. શેઠની સ્થિતિ ઘણી દરિદ્ર હતી. તથાપિ પોતાના પૂર્વકૃત અંતરાયકર્મ ચિતવી આ યુગલ સંતોષથી જીવન જીવતું હતું. તેવામાં એક સમયે શેઠાણીને ગર્ભ રહ્યો, તેના પ્રભાવથી શેઠના દિવસો ર્યા. બીજા વેપારીઓની તેમને સહાય મળવા લાગી. તેમનો વેપાર વધ્યો. લક્ષ્મી પ્રસન્ન થઈ. ગર્ભકાળ પૂર્ણ થતાં પુત્રીનો જન્મ થયો. તેણીની નાળ દાટવાનો ખાડો કરતાં તેમાંથી શેઠને નિધાન પ્રાપ્ત થયું. પુત્રી મોટી ભાગ્યશાળી ગણાવા લાગી. છેક રાજાના કાન સુધી આ વાત પહોચી. શેઠને સૌએ વધામણાં આપ્યાં. પુત્રના જન્મના જેવો જન્મ મહોત્સવ કરીને શેઠે બારમે દિવસે પોતાનાં કુટુંબીઓને જમાડયા, પુત્રીનું નામ સુંદરી સ્થાપન કર્યું.
સુંદરીના પુણ્યનો પ્રભાવ જુઓ, રમતાં રમતાં પણ જ્યાં તે જમીન ખણતી ત્યાંથી હીરા-મણિ-માણેક-મોતી યુક્ત હોટાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com