Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi

View full book text
Previous | Next

Page 31
________________ ()- - - - - - - - માતા થઈ સુંદરી, ચાર પુત્રો અને ચાર પુત્રીની માતા થઈ હતી. સંસાર ઉપર તેને આસકિત રહી ન હતી. માયા, મમતા, મૂચ્છ આદિ સર્વનો ત્યાગ કરી સુંદરીએ દીક્ષા ગ્રહણ કરી નિરતિચાર ચારિત્ર પાળી, તે જ ભવમાં ચાર ઘાતિ કમનો તેણીએ ક્ષય કર્યો. કેવલજ્ઞાન ઉપાર્જ ઘણા જીવોને પ્રતિબોધી તાર્યા. અક્ષયનિધિ તપના મહિમાની સ્વાનુભવથી અત્યંત પુષ્ટિ કરી ચાર અઘાતિ કમોનો પણ ક્ષય કરી મોક્ષ પામી. - આ તપનો આવો અલૌકિક મહિમા જાણીને અક્ષયનિધિ માટે સૌએ ઉજમાલ થવું. ગૃહસ્થી વર્ગને જ કરવા લાયક આ તપ હોવાથી કોઈએ તેમાં આળસ કે અશ્રદ્ધા કરવી નહિ. તપની આરાધના કેવલ શુદ્ધભાવથી જ કરવી. તેમાં પૌલિક પદાર્થ કે ભોગની આશંસા બિલકુલ રાખવી નહિ. તપનો એ પ્રભાવ જ છે કે મોક્ષ સુખ મળવા પૂર્વે સાંસારિક સુખો તો ઘાસની માફક અવશ્ય મલ્યા જ કરે છે. તપ કરનાર ભાઈ-બહેનોએ આત્માના અણાહારી સ્વભાવને, ઈચ્છાનિરોધને, કષાય નિગ્રહને, તથા ક્ષમા અને સમતાના અદ્ભુત સંગને ક્ષણ પણ વિસરવો નહિ. એજ શુભેચ્છા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66