Book Title: Sutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Author(s): Vijaynityanandsuri,
Publisher: Chinubhai Shantilal Doshi

View full book text
Previous | Next

Page 30
________________ (૨૫) સોમસુંદરીના ભવથી માંડીને તેણીના પૂર્વભવો સંપૂર્ણ કહી સંભળાવ્યા અને જણાવ્યું. “સુંદરી ! સંસારના બીજા જીવોની માફક તેં તારા ભવોમાં શ્રી અક્ષયનિધિ તપની વિધિ પૂર્વક આરાધના કરી હતી તેનો જ આ સર્વ પુણ્યપ્રતાપ છે આ તપનો પ્રભાવ અચિન્ય છે. હજી પણ તું એ પ્રમાણે ધર્મ કરીશ તો આ દુસ્તર સંસાર સાગરને નિકટમાં જ તરી જઈશ.” આચાર્ય ભગવાનનાં આ વચનો સાંભળી સુંદરીને જતિ સ્મરણ જ્ઞાન થયું, તેનાથી પોતાના પૂર્વભવો સાક્ષાત્ માલૂમ પડયા. તેણીને આ ભવમાં પણ પુનઃ અક્ષયનિધિ તપ આરાધવાનો ભાવ ઉલ્લસિત થયો. પૂજ્ય ઉપકારી આચાર્ય ભગવંતની સ્તવના કરી સુંદરી આદિ સૌ પોતપોતાને સ્થાને ગયાં. તપની આરાધનાના દિવસ આવતાં ઘણાં આડંબરથી સુંદરીએ અક્ષયનિધિ તપ કરવા માંડયો, સાથે રાજા-રાણી-શેઠ-સામંત આદિ નગરમાં સ્ફોટા વર્ગો આ તપ કર્યો. ત્યારથી સુંદરીને તો વિશેષ વિરોષ નિધાન પ્રગટ થવા લાગ્યાં. સુંદરીએ આ દ્રવ્યનો ઉપયોગ પ્રભાવનાદિ કાર્યોમાં છુટા હાથથી કર્યો. લોકોમાં તેનું નામ સુંદરી તો ભૂલાઈ જ ગયું. સૌ તેણીને અક્ષયનિધિના નામથી જ ઓળખવા લાગ્યાં. ભાદ્રપદની સુદ પંચમીને દિને તેણીએ જ્ઞાનભક્તિ તથા મહોત્સવ પૂર્વક સુંદર ઉઘાપન કરી સૌની સાથે પારણું કર્યું. દેવ-દેવીઓએ પણ તેના તપની પ્રશંસા કરી. લોકો પણ તેના તપની ખૂબ અનુમોદના કરવા લાગ્યા. તેણીએ ત્રણ વર્ષ સુધી તપ નિમિત્તે અને ચોથે વર્ષે શાસનદેવીની આરાધના નિમિત્તે ઉત્કૃષ્ટ વિધિથી આતપ પૂર્ણ કર્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66