________________
- - - - નમસ્કાર કર્યા, મુનિએ ભાવદયા ભય ધર્મલાભ આપ્યો અને કહ્યું. તું આ સરોવરના કિનારે ઊભી ઊભી શું વિચાર કરે છે ગત જન્મમાં તે એક ધર્મી જીવ પ્રત્યે જે માત્સર્યભાવ સેવ્યો તે પાપ વૃક્ષોનો બધો દુઃખ વિસ્તાર તું પામી છે. તું રાજપુત્રી થવા છતાં તારા પિતાનું મરણ થયું. રાજમહેલ લુંટાયો, તારે જંગલમાં રખડતા થવું પડયું, તારા, વિદ્યાધર પતિને પણ તું અનિષ્ટ થઈ પડી. અંતે અનાથ ભિખારણની માફક તું અરણ્યમાં દુઃખી દુઃખી થઈ રહી છે, જરા વિચાર કર.”
જ્ઞાની ગુરુનાં બોધદાયક વચનો શ્રવણ કરીને તે રાજપુત્રીની અજ્ઞાન નિદ્રા ઊડી ગઈ, તેનાં વિવેક લોચન ખુલી ગયાં. મુનિને વંદના કરી તેણીએ પુછ્યું- કૃપાળુ ! આ સર્વ દુઃખોમાંથી મુક્તિ શી રીતે થાય ? મારા ઉદ્ધારનો માર્ગ આપ કૃપા કરીને બતાવો.” જ્ઞાની મહાત્માએ કહ્યું-“વત્સ, તું અક્ષયનિધિતપનું આરાધન કર અને જ્ઞાનની ભક્તિ કર તેના પ્રભાવથી તારાં પાપકર્મો વિલયા પામશે, સુંદર પુણ્યકર્મ ઉપાર્જન કરીને આ લોકમાં સુખસંપત્તિ સૌભાગ્ય પામીને, પરિણામે અક્ષય અવિચલ સુખની ભોક્તા પણ બની શકીશ.”
ગુરૂદેવનો આ ઉપદેશ સાંભળીને તેમની સમક્ષ તે રાજપુત્રીએ અક્ષયનિધિતપ કરવાનો શુભ નિશ્ચય કર્યો. ગુરુને વાંદીને ત્યાંથી રાજપુત્રી એક ગામ તરફ ચાલી ગઈ. એક શેઠને ત્યાં કામકાજ કરવા રહી. શ્રાવણ વદ ૪ આવતા વિધિ પૂર્વક તેણીએ તપ શરૂ કર્યું. તેની સ્થિતિ ધીમે ધીમે સુધરતી ગઈ, નિર્મળ શીલ પાળવા પૂર્વક દઢ શ્રદ્ધા અને ભક્તિથી ઉત્તરોત્તર વધતા પરિણામે દ્રવ્ય ખર્ચીને પણ તેણીએ ચાર વર્ષ પર્યત સતત આ તપની ઉત્તમ આરાધના કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com