________________
(૨૧)
ઘરનું દ્રવ્ય વગેરે નાશ પામ્યું. તે ભવમાં જ તે ભુંડી સ્ત્રી દુઃખી થઈને મૃત્યુ પામી. અંતસમયે તેણીએ એક શ્રાવકના મુખથી પરમ પ્રભાવિક શ્રી નમસ્કાર મહામંત્ર સાંભળ્યો હતો તેના પ્રભાવથી બીજા જનમમાં મથુરા નગરીના જિતશત્રુ રાજાને ત્યાં તે સર્વઋદ્ધિ નામની પુત્રીપણે ઉત્પન્ન થઈ.
જવ, પોતાનાં કરેલા પાપ પોતે કેવાં ભોગવે છે તે હવે જુઓ. આ છોકરીના દુર્ભાગ્યથી રાજા જિતશત્રુ મરણ પામ્યો, શત્રુઓએ નગરમાં પેસી રાજમહેલ લૂંટી લીધો, રાજપુત્રી એકલી ભાગીને જંગલમાં ભૂલી પડી, વનમાં ફળોથી આજીવિકા કરતી તે એકલી વનમાં રહેવા લાગી. તેનું યૌવન લગભગ નિષ્ફળ જવા માંડ્યું. તેવામાં એક વિદ્યાધર તે જંગલમાં આવી ચડયો, તેણે આ રાજપુત્રી સાથે લગ્ન કર્યું. પણ જ્યાં પોતાને ઘેર લઈ ગયો ત્યાં તે અભાગણીના પાપથી ઘરમાં આગ લાગી અને વિદ્યાધરની સર્વ ઋદ્ધિ બળીને ભસ્મીભૂત થઈ. આથી વિદ્યાધરે તે અમંગલિક બાળાને ઉપાડી પાછી જંગલમાં મૂકી દીધી ત્યાંથી એક પલ્લી પતિએ તેણીને ગ્રહણ કરી, એટલે પલ્લીપતિનું પણ સર્વ બળી ગયું, પલ્લીપતિએ આ સ્ત્રીને દુર્ભાગણી જાણી એક સાર્થવાહને વેચી દીધી, તેણીને લઈ સાર્થવાહ જ્યાં ચાલ્યો એટલે માર્ગમાં જ ચોરોના હાથે સર્વસ્વથી લૂંટાઈ ગયો, સઘળી આપત્તિનું મૂળ આ સ્ત્રી છે એમ જાણી સાર્થવાહે પણ તેણીને ત્યજી દીધી. કર્મ કોઈને છોડતું નથી. આ સ્ત્રી એક સરોવરના કિનારે ઊભી ઊભી પાપનો પશ્ચાતાપ કરવા લાગી.
ભાગ્યોદયે દરિયામાં ડૂબતા માણસને જેમ વહાણ મળે તેમ આ અભાગણી બાળાને પવિત્ર મુનિ મહારાજ મળ્યા. મુનિને રાજપુત્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com