________________
૪૪
સૂત્રસંવેદના-૩ ,
શાસ્ત્રાભ્યાસ પદાર્થબોધ કરાવે, પરંતુ આત્મામાં આનંદનો ઝરો વહાવી, આત્માભિમુખ ભાવો પ્રગટાવી ન શકે.
આ કારણથી સૂત્રનું જ્ઞાન મેળવવા માટે શાસ્ત્રમાં ઉપધાન તપ”નું વિધાન કરવામાં આવ્યું છે.
નવકારમંત્ર વગેરે સૂત્રોના અધિકાર માટે શ્રાવક-શ્રાવિકાઓને પૌષધ સહિત ઉપવાસ આયંબિલ કે ઓછામાં ઓછું નિવિનું પચ્ચક્ખાણ અને કાયોત્સર્ગ, ખમાસમણ, દેવવંદન વગેરે શુભ ક્રિયાઓ કરાવવા દ્વારા ઉપધાન કરાવવામાં આવે છે, અને આગમ આદિના અભ્યાસ માટે સાધુ-સાધ્વીજી ભગવંતોને યોગોદ્વહનની ક્રિયા કરાવવામાં આવે છે. આ ક્રિયાથી મન નિર્મળ બને છે, ઇન્દ્રિયો શાંત અને સ્થિર રહે છે, અને પરિણામે જે શાસ્ત્રાભ્યાસ થાય છે, તે અપૂર્વ ભાવોનું દર્શન કરાવે છે. આના દ્વારા આત્માનો વિશિષ્ટ આનંદ પ્રગટે છે. આથી શાસ્ત્રના માધ્યમે આત્મિક ભાવોને જોવાની કે માણવાની ઈચ્છાવાળા સાધકે આ ઉપધાન નામના આચારનું અવશ્ય પાલન કરવું જોઈએ. આ આચારના પાલન વિના સ્વેચ્છાનુસાર જેઓ શાસ્ત્રાભ્યાસ કરે છે, તેમને જ્ઞાનાચારમાં દોષ લાગે છે.
છે. તદ નિવારે - ગુરુ કે સિદ્ધાંત આદિનો અપલાપ ન કરવા વિષયક “અનિનવ' નામનો જ્ઞાનનો પાંચમો આચાર છે.
કૃપાનો ધોધ વહાવી જે ગુરુભગવંતે આપણને જ્ઞાનામૃતનું પાન કરાવ્યું હોય તેવા ઉપકારી ગુરુભગવંતને આજીવન ન ભૂલવા, અવસરે અવસરે પોતાના ઉપકારી તરીકે તેમને યાદ કરવા, તે “અનિનવ નામનો જ્ઞાનાચાર છે. જે ગુરુભગવંત પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો હોય, તે ઉચ્ચ કુળાદિના ન હોય કે 8 - उपधानम् - अङ्गानङ्गाध्ययनादौ यथायोगमाचाम्लादितपोविशेषः ।
- હિતોપદેશ उपधानं च श्रुताराधनार्थं यथोद्दिष्टिस्तपोविशेषः उप-समीपे, धीयते - क्रियते सूत्रादिकं येन तपसा तदुपधानमिति व्युत्पत्तेः, तच्च साधूनामावश्यकादिश्रुताराधनार्थमागाढानागाढयोगरूपं सिद्धान्ताविरोधि स्वस्व सामाचार्यनुसारेण ज्ञेयं, श्राद्धानां तु श्रीमहानिशीथाद्यागमोक्तं पञ्चपरमेष्ठिनमस्कारादि सूत्राराधनार्थमुपधानषटकं प्रतीतमेव ।
- આચાર પ્રદીપ 9. गृहीतश्रुतेन गुरुश्रुतादेरनिह्नवः कार्यः, यस्य सकाशेऽधीतं स एवाप्रसिद्धोऽपि जातिश्रुतादिहीनोऽपि
गुरुतया वाच्यो, न तु स्वस्य गौरवार्थं प्रसिद्धो युगप्रधानादिरन्यः, यावद्वा श्रुतम्धीतं तावदेव वक्तव्यं, न त्वधिकमूनं वा, मृषाभाषाचित्तकालुष्यज्ञानातिचाराद्यापत्तेः, गुर्वाद्यपलापस्य महापापत्वं लोकेऽप्युक्तम् । “एकाक्षरप्रदातारं, यो गुरुं नाभिमन्यते । श्वानयोनिशतं गत्वा, चाण्डालेष्वपि जायते ।।१।।"
(શાત્યાયનીય ઉપનિષત્ . ૩૬) - આચાર પ્રદીપ