Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 171
________________ ૧૫૪ સૂત્રસંવેદના-૩ - નોંધ જ લેવાતી નથી. જેમ કે સૂઈ જવા માટે મુલાયમ ગાદી અને અનુકૂળ વાતાવરણ મળ્યું તો રતિ, અને જરા બરછટ ચાદર કે ગરમી આદિની પ્રતિકૂળતા આવી હોય તો તુરંત અરતિ થાય છે; પરંતુ ત્યારે આપણે નોંધ નથી લેતા કે આ મને રતિઅરતિનો ભાવ ય, જે મારા આત્મા માટે હાનિકારક છે. આમ અનેક પ્રકારે અને અનેક સ્થળે આ રાગ-દ્વેષ અને રતિ-અરતિના ભાવો થયા જ કરતા હોય છે. આ પદ બોલતાં સતત પ્રવર્તતા રતિ અને અરતિના ભાવોને સ્મૃતિપટ ઉપર સ્થાપન કરી સહજ ઊઠતા આ ભાવો માટે સાવધ બનવાનું છે. તે ભાવો આત્મા માટે કેટલા ખતરનાક છે, આત્માના સહજ સુખમાં કેટલા બાધક છે અને તે દુર્ગતિની પરંપરા કઈ રીતે સર્જે છે, તેનો વિચાર કરી, સતત પ્રવર્તતી રતિ-અરતિની નિંદા, ગર્તા કરી આ પાપથી પાછા વળવા પ્રયત્ન કરવાનો છે. સોળમે પર-પરિવાદ: પાપનું સોળમું સ્થાન છે “પારકાનો પરિવાદ' પર એટલે પારકા અને પરિવાદ એટલે કથન - પારકાની નિંદા કરવી એટલે પરપરિવાદ કરવો. અનાદિ અજ્ઞાનના કારણે જીવને પોતાના કરતાં બીજાનું જાણવાની, બીજાની નબળી વાતો કરવાની ખોટી ટેવ હોય છે. આથી પારકી પંચાત કરવાનો અવસર તે શોધતો હોય છે. તેના માટે તે સ્નેહીસ્વજનોને ભેગા કરે છે, તેવા મિત્રોને મળે છે અને કલાકોના કલાકો તેમાં વિતાવી દે છે પણ તે જાણતો નથી કે પારકી નિંદા કરવાથી પોતાને કેવું નુકસાન થવાનું છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે, “કરશો પારકી, જાણો નારકી.” પારકી નિંદા કરનારો નરકમાં જવા સુધીના કર્મનો બંધ કરે છે; કેમ કે, આ પરનિંદાનું પાપ તે અર્થદંડ નથી, અનર્થદંડરૂપ છે. વળી, આવી પારકી પંચાત કરનારા જીવો કેટલાયને અળખામણા થાય છે અને તેના વિરોધી પણ ઘણા થાય છે. પારકી નિંદા કરનાર તો દેવ-ગુરુનું કે ગુણવાન આત્માનું પણ ક્યારે ઘસાતું બોલે, તે કહેવાય નહીં. અવસર આવે તો તે કોઈને છોડતા નથી. પારકી પંચાત કરવાનો રસ ખૂબ જ ભયંકર છે. દુઃખની વાત તો એ છે કે પારકી પંચાત કે નિંદા કરવાનું તે લોકોને પાપરૂપ પણ નથી લાગતું, પણ સમય પસાર કરવાનું, મનોરંજનનું એક સાધન લાગે છે. તેથી મોક્ષેચ્છુ સાધકે તો સૌ પ્રથમ આ પાપને પાપરૂપે સવીકારવાનું છે. વાસ્તવમાં આ પાપ ખૂબ હાનિકારક છે. તેનાથી કુસંસ્કારો પુષ્ટ થાય છે, 17 . પરેષાં પરિવાર પરંપરિવારઃ વિત્યનમ્ રૂત્યર્થI

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176