Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 172
________________ ૧૫૫ અઢાર પાપસ્થાનક સૂત્ર પ્રગટેલા આત્મગુણોનો ઘાત થાય છે, મનુષ્યજીવનની કીમતી ક્ષણો વેડફાઈ જાય છે અને કેટલાયનાં જીવનમાં તેનાથી વિઘ્નો ઊભાં થાય છે, માટે આવા પાપકર્મનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. આ પદ બોલતાં દિવસભરમાં થયેલી પારકી પંચાત કે નિંદાને યાદ કરી, “આવું કાર્ય મારાથી કેમ થયું ? તેનાથી મને શું ફાયદો થયો ? નાહકનાં મેં કેવાં કર્મ બાંધ્યાં ?” - આ રીતે આત્મનિંદા અને ગહ દ્વારા આ પાપનું પ્રતિક્રમણ કરી આ પાપથી પાછા વળવાનું છે. સત્તરમે માયામૃષાવાદ : પાપનું સત્તરમું સ્થાન છે ‘માયાપૂર્વકનું જૂઠું બોલવું તે.’ ‘માયામૃષાવાદ’ એટલે કોઈને છેતરવા માટે આયોજનપૂર્વક જૂઠું બોલવું. આમ જોઈએ તો જૂઠું બોલવાનાં કારણો ઘણાં હોય છે, પરંતુ તેમાં માયા કરીને, જાળ બિછાવીને, કોઈને છેતરવા માટે જે જૂઠું બોલાય છે, તેને ‘માયામૃષાવાદ' કહેવાય છે. દુનિયામાં આને (White.lies) સફેદ જૂઠાણું કહેવાય છે. વળી આમાં બીજું અને આઠમું પાપ એકી સાથે થાય છે. સામાન્યતઃ સહજભાવે, અનાયાસે અસત્ય બોલનાર કરતાં કોઈને છેત૨વા માટે માયાપૂર્વક અસત્ય બોલનાર વધુ મોટો ગુનેગાર મનાય છે; કેમ કે તે અન્યનો* વિશ્વાસઘાત કરે છે. આર્યદેશમાં વિશ્વાસઘાતનું પાપ મોટું ગણાય છે. વળી, માત્ર પોતાના સ્વાર્થ ખાતર આવું જૂઠું બોલનારના માનસિક પરિણામો પણ વધુ ક્લિષ્ટ હોય છે. આથી તેને કર્મબંધ પણ વધુ બળવત્તર થાય છે. માટે આવા માયાપૂર્વકના અસત્ય ભાષણનો ત્યાગ કરવો અતિ જરૂરી જ નહીં અનિવાર્ય પણ છે. આ પદ બોલતાં દિવસ દરમ્યાન પોતાના સ્વાર્થ માટે કે કુટેવને કારણે ક્યાંય પણ માયાપૂર્વક ખોટું બોલાયું હોય તો તેને યાદ કરી આવું પુનઃ ન થાય તેવા પરિણામપૂર્વક તેની નિંદા, ગર્હા અને પ્રતિક્રમણ કરવાનું છે. એ વૃત્તિથી મનને સદા માટે પાછું વાળી લેવાનું છે. અઢારમે મિથ્યાત્વશલ્ય : પાપનું અઢારમું સ્થાન છે ‘મિથ્યાત્વશલ્ય.’ મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયના કારણે જીવની બુદ્ધિમાં જે વિપર્યાસ પેદા થાય છે, એક પ્રકારનો જે ભ્રમ પેદા થાય છે, તત્ત્વભૂત પદાર્થોની જે અશ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા કે મિથ્યા માન્યતાઓ થાય છે, તેને મિથ્યાત્વ કહેવાય છે. મિથ્યાત્વનો આ

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176