Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 170
________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૫૩ અને ઘણાંની સાથે વૈમનસ્ય ઊભું થાય છે. માટે સ્વ-પરને નુકસાનકારક આ ચાડીચુગલીના પાપથી તો સાધકે બચવું જ જોઈએ. આ પદ બોલતાં દિવસ દરમ્યાન કુટેવના કારણે જાણે-અજાણે કોઈની નિંદા થઈ ગઈ હોય, કોઈની નબળી વાત કોઈની આગળ કહેવાઈ ગઈ હોય તો તે પાપને યાદ કરી, “આવું ઘોર પાપ મારાથી થયું છે, મારી આવી કુટેવો ક્યારે દૂર થશે ?' આવા તિરસ્કારપૂર્વક એ પાપની નિંદા, ગર્તા અને પ્રતિક્રમણ કરવાનું છે. પંદરમે રતિ-અરતિ પાપનું પંદરમું સ્થાન છે “રતિ-અરતિ. રતિ-અરતિ એ નોકષાયમોહનીય કર્મના ઉદયથી થયેલો આત્માનો વિકારભાવ છે. ઈષ્ટ વસ્તુ કે વ્યક્તિ મળતાં ગમો થવો, આનંદની અનુભૂતિ થવી તે રતિ છે, અને અનિષ્ટ વસ્તુ કે વ્યક્તિ આંખ સામે આવતાં અણગમો થવો, દુઃખની અનુભૂતિ થવી તે અરતિ છે. જ્યાં રાગ હોય છે ત્યાં રતિ હોય છે, અને જ્યાં દ્વેષ હોય ત્યાં અરતિ થતી હોય છે; કારણ કે રાગ કારણ છે અને રતિ કાર્ય છે તથા દ્વેષ કારણ છે અને અરતિ કાર્ય છે. આ બંને રાગ અને રતિ, તથા દ્વેષ અને અરતિ, કંઈક સમાન હોવા છતાં કાંઈક અંશે જુદા પણ છે. એકમાં (રાગમાં) આસક્તિનો પરિણામ છે અને બીજામાં (રતિમાં) ગમા-હર્ષનો પરિણામ છે. એકમાં (૮ષમાં) તિરસ્કારનો ભાવ છે, તો બીજામાં (અરતિમાં) અણગમાનોપ્રતિકૂળતાનો ભાવ છે. નિમિત્ત સામે હોય કે ન હોય પણ રાગ અને દ્વેષની સંવેદનાઓ બેઠેલી જ હોય છે. જ્યારે રતિ-અરતિના પરિણામો નિમિત્ત મળતાં પ્રગટ થાય છે. આથી અહીં તેનો જુદો ઉલ્લેખ કર્યો છે. આમ છતાં રાગ, દ્વેષની હાજરીમાં પ્રાયઃ રતિ-અરતિના ભાવો સંકળાયેલા હોય છે. આથી જેમ રાગયુક્ત કે દ્વેષયુક્ત વ્યક્તિ સમભાવમાં સ્થિર થઈ શકતી નથી, તે રીતે રતિ કે અરતિના પરિણામવાળો જીવ પણ સમભાવ કે આત્મભાવમાં સ્થિર થઈ આત્મિક સુખ માણી શકતો નથી. આથી આત્મિક સુખના અંભિલાષી આત્માએ રતિ-અરતિનો પણ ત્યાગ કરવો જોઈએ. પરમાત્માનાં વચન દ્વારા રાગાદિ મલિન ભાવોને દુઃખરૂપે જાણવા છતાં પણ માણસનું મન પ્રાયઃ જીવનભર રાગ-દ્વેષ, રતિ-અરતિના ભાવથી મુક્ત થઈ શકતું નથી. તેનાથી મુક્ત થવા માટે, એ કુસંસ્કારોને નાબૂદ કરવા માટે સતત જાગૃતિ રાખવાની જરૂર છે. રતિ અને અરતિના પરિણામો ક્યાં પ્રવર્તી રહ્યા છે ? તેને ખૂબ સૂક્ષ્મ બુદ્ધિથી ઓળખવાના છે, કેમ કે સતત પ્રવર્તતા તે પરિણામોની મોટાભાગે તો

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176