Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 175
________________ ૧૫૮ સૂત્રસંવેદના-૩ કોઈપણ પાપનું મેં સેવન કર્યું હોય, કોઈની પાસે કરાવ્યું હોય કે કરતાની અનુમોદના કરી હોય તો તે સર્વ પાપ સંબંધી મન, વચન, કાયાથી “મિચ્છા મિ દુક્કડ આપું છું અર્થાત્ આ પાપરૂપ મારું દુષ્કૃત મિથ્યા થાઓ, તેમ મનથી વિચારું છું, વાણીથી ઉચ્ચારું છું અને કાયાના વિનમ્ર વ્યવહારથી સ્વીકારું છું. 18. આ સૂત્રનું આધારસ્થાન સ્થાનાંગ સૂત્રના પહેલા સ્થાનનું ૪૮મું તથા ૪૯મું સૂત્ર છે. પ્રવચનસારોદ્ધારમાં ર૩૭મા દ્વારમાં નીચેની ગાથાઓ આપેલી છે. सव्वं पाणाइवायं, अलियमदत्तं च मेहुणं सव्वं । सव्वं परिग्गहं तह, राईभत्तं च वोसरिमो ।।५१।। સળં કોઈ મા માર્યા છોઢું ઘર" રોસે | વન્દ સુન પર-પરીવાર્થ iાપરા मायामोसं मिच्छादसण-सल्लं तहेव वोसरिमो । अंतिमऊसासंमि देहं पि जिणाइपच्चक्खं ।।५३।। પ્રવચનસારોદ્વારની આ ગાથામાં “રાત્રિભોજનનું નામ છે, અને “રતિ-અરતિનું નામ નથી. તે સંબંધમાં તેની વૃત્તિમાં જણાવ્યું છે કેस्थानाङ्गो च रात्रिभोजनं पापस्थानमध्ये न पठितं, किन्तु परपरिवादाग्रतोऽरतिरतिः ।। સ્થાનાંગ સૂત્રમાં પાપસ્થાનમાં રાત્રિભોજન'નો પાઠ જોવાતો નથી, પણ “પપરિવાદી પછી “અરતિ-રતિનો પાઠ જોવાય છે.”

Loading...

Page Navigation
1 ... 173 174 175 176