Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 168
________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૫૧ અચકાતા નથી. પ્રજ્ઞાપના' સૂત્રમાં તો સ્ત્રો રટિએમ કહી જણાવ્યું છે કે રાડો પાડી પાડીને મોટેથી બોલવું તે સર્વ કલહ-કજિયો છે. ધીરતા ગુમાવી આગળ પાછળનો વિચાર કર્યા વિના જ રાડો પાડીને*, ઘાંટા પાડીને સભ્યઅસભ્ય શબ્દો દ્વારા ગમે તેમ બોલવામાં આવે છે, તેને કજિયો કહેવાય છે. કોઈની સાથે કજિયો કરવાથી વૈરની પરંપરા વધે છે, કુળને કલંક લાગે છે, અને ધર્મની નિંદા થાય છે. માટે સજ્જન પુરુષે તો હંમેશાં કજિયા-કંકાસ અને કલહથી દૂર રહેવું જોઈએ. આ પદ બોલતાં દિવસ કે રાત્રિ દરમ્યાન સ્વ-પરની ચિત્તવૃત્તિને મલિન કરનાર એવો કજિયો, કંકાસ કે કલહ થઈ ગયો હોય તો તેને પોતે કરેલા પાપરૂપે યાદ કરી, પુનઃ તે પાપ ન થાય તેવા દઢ સંકલ્પપૂર્વક તેની આલોચનાદિ કરવાનાં છે. તેરમે અભ્યાખ્યાન : પાંપનું તેરમું સ્થાન “અભ્યાખ્યાન' છે. અછતા દોષનું આરોપણ કરવું તે અભ્યાખ્યાન છે. કોઈને આળ દેવું, કલંક લગાડવું, સામેની વ્યક્તિમાં કોઈપણ પ્રકારની ખરાબી ન હોય તો પણ તેની વધતી જતી કીર્તિ, યશ, ઐશ્વર્ય, માન કે સ્થાનાદિ પ્રત્યે ઉપજતા દ્વેષના કારણે, તેના પ્રત્યેની ઈર્ષાના કારણે તેના અછતા દોષોને જાહેર કરવા, તેને કલંકિત કરવો (બદનામ કરવો) તે અભ્યાખ્યાન છે. જેમ કે પરમ પવિત્ર મહાસતી સીતાની વધતી જતી કીર્તિ અને રામચંદ્રજી તરફથી તેને મળતા માનને સહન ન કરી શકવાના કારણે રામચંદ્રજીની અન્ય રાણીઓએ “સીતાના મનમાં હજુ રાવણ બેઠો છે.' આવી અનુચિત વાતો ફેલાવી, સીતાના સતીત્વને કલંકિત કરવાનો નિંદનીય પ્રયાસ કરેલો, તે અભ્યાખ્યાનના દષ્ટાંતરૂપ છે. પોતાનામાં રહેલો માનનો પરિણામ અને પુણ્ય ન હોવા છતાં મોટા થવાની ભાવના, ઘણીવાર જીવને આ પાપનો ભોગ બનાવે છે; પરંતુ કોઈકને પછાડવાની વૃત્તિરૂપ આ પાપનાં પરિણામો અત્યંત ભયંકર છે. તેનાથી ભવાંતરમાં પોતાને જ સારી વ્યક્તિનો વિયોગ થાય છે અને પોતાને પણ વગર - માવતી-૧૭૨ 14. મહતા અન્નેનાન્યોન્યમ્ અસમન્ મસમાષણમ્ વદ: | ભગવતીજીમાં કહ્યું છે કે મોટા અવાજે અરસ-પરસ અયોગ્ય બોલવું તે કજિયો છે. 15. સદ્દોષારોપણમ્ - ઠાણાંગમાં કહ્યું છે કે ન હોય તેવા (અસભૂત) દોષનું આરોપણ તે અભ્યાખ્યાન છે. મનુષ્યન માધ્યિાને રોષવિરમ્ - અગ્યારહ્યાનમ્ |

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176