Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 167
________________ ૧૫૦ સૂત્રસંવેદના-૩ " આવા પરિણામના કારણે જીવને એવું કર્મ બંધાય છે કે જેનાથી દૂર થવાનું મન થાય તે જ વસ્તુ સામે આવીને ઊભી રહે અને ફરી તેમાં અણગમો આદિ થાય, પુનઃ કર્મનો બંધ થાય, આવું વિષચક્ર ચાલ્યા જ કરે છે. આથી ભવભીરુ આત્માએ આવા ઢેષભાવનો અને દ્વેષના કારણરૂપ રાગભાવનો ત્યાગ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. “જેના પ્રત્યે રાગ છે કે દ્વેષ છે, તે જડ દ્રવ્ય હોય કે જીવદ્રવ્ય હોય, બંને મારાથી ભિન્ન છે. મારાથી જુદા એવા તે મારું સારું કે ખોટું કાંઈ કરી શકતા નથી. માત્ર એકમાં રાગ અને બીજામાં દ્વેષ કરીને હું મારા મનને બગાડીને દુઃખી થાઉં છું. આના કરતાં મનને સમભાવમાં રાખવા પ્રયત્ન કરું તો મારું વાસ્તવિક આત્મહિત થાય.” - રાગમાંથી જ ઠેષનો જન્મ થાય છે, માટે પ્રથમ રાગથી જ બચવાનું છે. રાગ ગયા પછી લેષ ઊભો રહેતો નથી. આ રીતે વિચારી રાગ-દ્વેષથી પર થવા યત્ન થશે, તો જ આ પાપથી બચી શકાશે. આ પદ બોલતાં દિવસ દરમ્યાન કોઈના પ્રત્યે અભાવ કે અણગમો થયો હોય, કોઈના પ્રત્યે આવેશ કે તિરસ્કારભાવ પ્રગટ થયો હોય, તે સર્વ શ્રેષનાં પાપોને સ્મરણમાં લાવી, “મેં આ ખૂબ ખોટું કર્યું છે. આવા રાગ-દ્વેષનાં કંકોમાં ફસાયેલો રહીશ તો મારા ભવનો અંત ક્યારે આવશે ? સમતાનો સ્વાદ મને ક્યારે ચાખવા મળશે? આ જ ભવમાં સમતાને મેળવવી હોય તો આવા ભાવોથી પર થવું જ પડશે. આ ભાવોથી પર થવા અંત:કરણપૂર્વક આ પાપની આલોચના, નિંદા અને ગહ કરી તેનાથી પાછા વળવા માટે ખાસ પ્રયત્ન કરવાનો છે.” આવો વિચાર કરી સંપૂર્ણપણે દ્વેષથી અટકવાનું છે. બારમે કલહ ઃ પાપનું બારમું સ્થાન છે “કલહ.' ક્લેશ, કજિયો, કંકાસ, જીભાજોડી, ઝગડો - ટંટો, અયોગ્ય વર્તન આદિ વિવિધ પ્રકારનો વાચિક વ્યવહાર તે કલહ છે. કલહ પ્રાયઃ કરીને દ્વેષ કે ક્રોધના પરિણામથી અથવા રાગ કે અનુકૂળતામાં મળેલી નિષ્ફળતાના યોગે પેદા થાય છે. ષ થયા પછી સહનશીલતા ન હોવાને કારણે પિતા-પુત્ર, સાસુ-વહુ, નણંદ-ભોજાઈ, દેરાણીજેઠાણી વગેરે વચ્ચે પણ ઘણીવાર કલહ, મતભેદ અને તેમાંથી મનભેદ થઈ જાય છે. ખાન-પાન, રહેણી-કરણી, વેપાર કે વ્યવહારમાં જ્યારે એકબજાની સાથે ફાવતું નથી, ત્યારે થતા કલહના પરિણામે ક્રોધ અને કંકાસ ઊભો થાય છે. પરિણામે ઘાંટાઘાંટી અને મારામારી સુધી વાત પહોંચી જાય છે. ક્યારેક તો મારામારીથી આગળ વધી ક્રોધાંધ માણસો પ્રતિપક્ષની હત્યા કરતાં પણ

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176