Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 150
________________ અઢાર પાપસ્થાનક સૂત્ર સૂત્ર પરિચય : પાપબંધના કારણભૂત એવાં અઢાર સ્થાનકોનું વર્ણન આ સૂત્રમાં છે, તેથી તેનું નામ “અઢાર પાપસ્થાનક સૂત્ર' છે. પાપબંધનું મુખ્ય કારણ મનની મલિન વૃત્તિઓ છે. કષાયો અને કુસંસ્કારોને કારણે પ્રગટ થતી આ મલિન વૃત્તિઓ અસંખ્ય પ્રકારની હોય છે, તોપણ સૂત્રકારે સામાન્યજન સમજી શકે તે રીતે સંક્ષેપ કરીને તેના અઢાર પ્રકાર આ સૂત્રમાં વર્ણવ્યા છે. . . પાપના કારણરૂપ આ વૃત્તિઓ પ્રથમ પ્રાયઃ મનમાં જન્મે છે અને ત્યારપછી વાણી અને કાયા દ્વારા વિસ્તાર પામીને અનેક કુપ્રવૃત્તિઓ રૂપે સ્વ-પરનાં દુઃખોનું કારણ બને છે. દુઃખ કોઈને ગમતું નથી, પરંતુ દુઃખ શેનાથી આવે છે, તે સામાન્યજન સમજી શકતો નથી. આથી આ સૂત્રમાં ગુજરાતી ભાષામાં સૌ કોઈ સમજી શકે તેવા શબ્દોમાં દુઃખના કારણરૂપ પાપનાં અઢાર સ્થાનોનો નિર્દેશ કર્યો છે. પ્રતિક્રમણ કરતી વખતે આ સ્થાનોને માત્ર બોલી જવાથી કોઈ ફાયદો થતો નથી, પરંતુ આ સૂત્ર બોલતાં પહેલાં તેના પ્રત્યેક પદ પર વિચાર માત્ર નહિ, પણ ઊંડી અનુપ્રેક્ષા કરવી અતિ જરૂરી છે; કેમ કે, તો જ ખ્યાલ આવશે કે અંતરના ઊંડાણમાં કેવા કુસંસ્કારો પડ્યા છે, મનમાં કેવી મલિન વૃત્તિઓ પ્રવર્તે છે અને કષાયને આધીન

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176