________________
સૂત્રસંવેદના-૩
અનેક પ્રકારની સામગ્રી એકઠી કરે છે, આવશ્યકતાથી અધિક કમાય છે, મોટા બંગલાઓ બનાવે છે, કીમતી ગાડીઓ ખરીદે છે, મોંઘામૂલા અલંકારો પહેરે છે, સુંદર વસ્ત્રાદિનું પરિધાન કરે છે, પાઈ-પાઈનો હિસાબ રાખનાર કૃપણ માણસ પણ માનને જાળવવા માટે પ્રસંગ આવે લાખો-કરોડો ખર્ચી નાંખે છે, એનું કારણ એક જ છે માન-કષાય.
૧૪૪
દુઃખની વાત તો એ છે કે ક્રોધ-કષાય સૌને ઓળખાય છે; પરંતુ ‘મારામાં માન છે અને માનથી હું આવી પ્રવૃત્તિ કરું છું' તેવું જાણવું, માનવું કે સ્વીકારવું પણ માણસને અઘરું પડે છે. માની માણસ માનને પોષવા માટે લોભને પણ આધીન થાય છે, માયાનો સથવારો પણ લે છે અને માન ઘવાય ત્યારે ક્રોધ પણ કરે છે. આ માન-કષાયને ઓળખવા અને ઓળખીને તેને કાઢવા સદ્ગુરુનો સથવારો અને સગ્રંથોનું વાંચન અતિ આવશ્યક છે.
માનવીના મનમાં પડેલું અભિમાન આ ભવમાં તો તેને દુ:ખી કરે જ છે, સાથે જ સતત નીચ ગોત્ર આદિ કર્મને બંધાવી ભવોભવ દુઃખી કરે છે. આ
ભવમાં પુણ્યથી પ્રાપ્ત થયેલ સારી સામગ્રીઓ પ્રત્યે માન કરવાથી એવું કર્મ
બંધાય છે કે જેના કારણે ભવાંતરમાં તે સામગ્રી હલકી-હીણી પ્રાપ્ત થાય
મહાવીરસ્વામી ભગવાનના જીવે જેમ મરીચિના ભવમાં પુણ્યથી મળેલા પોતાના ઉચ્ચ કુલનો મદ કર્યો તો તેનાથી એવું નીચ ગોત્રકર્મ બંધાયું, કે જેથી તીર્થંકરના ભવમાં પણ પ્રભુને બ્રાહ્મણ જેવા ભીક્ષુ કુળમાં જન્મ લેવો પડ્યો. માટે આ માન-કષાયથી મુક્તિ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તે માટે વારંવાર એવું વિચારવું જોઈએ કે – આટલી મોટી દુનિયામાં હું શું છું ? મહાપુરુષોની સામે મારી બુદ્ધિ, બળ કે શ્રીમંતાઈ શી વિસાતમાં છે ? વળી, દુનિયામાં પણ કહેવત છે કે - ‘શેરને માથે સવા શેર હોય છે.' આનાથી પણ ફલિત થાય છે કે દુનિયામાં મારું સ્થાન કોઈ વિશિષ્ટ નથી. આવું વિચારી અભિમાનનો સર્વથા ત્યાગ કરવો જોઈએ, અને જીવનને વિનય-નમ્રતા આદિ ગુણોથી મઘમઘતું રાખવું જોઈએ.
આ પદ બોલતાં દિવસ દરમ્યાન પ્રગટપણે થયેલ માનને તથા અંદ૨માં સતત પ્રવર્તતા માનને સ્મરણમાં લાવવાનો છે. તેની અનર્થકારિતાનો વિચાર કરી, તેના
10 - નાતિામળુòશ્વર્યવરૂપતવશ્રુતે ।
कुर्वन् मदं पुनस्तानि, हीनानि लभते जनः ।।
- યોગશાસ્ત્ર-૪. ૧૩ પ્ર.૪, ગા, ૧૩