Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 159
________________ ૧૪૨ સૂત્રસંવેદના-૩ ન થવા દેવી તે બહુ કઠિન છે. આથી દ્રવ્ય પરિગ્રહનો ત્યાગ કરવો અથવા કમસે કમ મર્યાદા બાંધવી તે હિતાવહ છે. આ પદ બોલતાં અનાવશ્યક ધન-ધાન્યાદિનો સંગ્રહ સ્વજીવનમાં કેટલો છે તેને યાદ કરી, “આ પણ પાપ છે, માટે છોડવા યોગ્ય છે, તેવો નિર્ણય કરી પરિગ્રહના પાપની નિંદા, ગર્તા અને પ્રતિક્રમણ કરવાનું છે. છ ક્રોધઃ પાપનું છઠ્ઠું સ્થાન છે “ક્રોધ... ક્રોધ એ કષાયમોહનીય કર્મના ઉદયથી થનારો આત્માનો વિકૃત પરિણામ છે. ગુસ્સો, ક્રોધ, આવેશ, ઉકળાટ, અધીરાઈ, અણગમો, અરુચિ: આ સર્વ ક્રોધના પર્યાયો છે. કોઈનો અપરાધ કે ભૂલ સહન નહિ થવાના કારણે વાણીમાં ઉગ્રતા, કાયામાં કંપ અને મનમાં આવેશ, અધીરાઈ કે અણગમા આદિનો જે ભાવ પેદા થાય છે, તે ક્રોધનો પરિણામ છે. વાસ્તવમાં તો કોઈનાય અપરાધને નહિ સહન કરવાનો પરિણામ જ ક્રોધ છે. એક વાર ક્રોધ કરવાથી પૂર્વ ક્રિોડ વર્ષ સુધી પાળેલું સંયમ પણ નકામું જઈ શકે છે. ક્રોધ શાંત-પ્રશાંતભાવનો નાશ કરે છે. ક્રોધથી કદી કાર્યસિદ્ધિ થતી નથી. ક્યારેક ક્રોધથી કાર્યની સફળતા દેખાય તોપણ તે ક્રોધથી થયેલી નથી હોતી, પરંતુ તે કાર્યસિદ્ધિ પૂર્વસંચિત પુણ્યથી થયેલી હોય છે. ક્રોધ કાર્યને બગાડે છે, કદી કાર્યને સુધારી શકતો નથી. ક્રોધનો અગ્નિ પોતાને પણ દઝાડે છે, અને એના સાન્નિધ્યમાં રહેનારા અન્યને પણ દઝાડે છે. આથી કોઈ પણ જીવ ગમે તેવો અપરાધ કરે તોપણ તેના પ્રત્યે ક્રોધ ન કરવો જોઈએ, પરંતુ વિચારવું જોઈએ કે સર્વ જીવો પોતપોતાનાં કર્મને આધીન છે. કર્માધીન જીવોની પ્રવૃત્તિ ઉપર અણગમો, અરુચિ, ઉકળાટ કરવાથી તે જીવો પ્રત્યે વૈમનસ્ય પેદા થાય છે. આમ વિચારી ક્ષમાં ધારણ કરવી જોઈએ. એકપક્ષીય ક્રોધ પણ ગુણસેન અને અગ્નિશર્માની જેમ ભવોભવ સુધી વૈરભાવની પરંપરા ચલાવે છે. મહાત્મા ગુણસેનને તપસ્વીની ભક્તિ કરવાની તીવ્ર ભાવના હોય છે, છતાં તેવા પ્રકારના કર્મના ઉદયના કારણે ગુણસેન, 8. ક્રોધ, માન, માયા, લોભની વિશેષ સમજ માટે જુઓ “સૂત્ર સંવેદના' ભા. ૧, સૂત્ર-૨, “ચઉવિહકસાયમુક્કો'પદનું વિવરણ. 9. અપરાધક્ષમ શોધો | - યોગસાર ૩ : ૫

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176