Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 158
________________ અઢાર પાપસ્થાનક સૂત્ર માટે સમજુ શ્રાવકોએ શક્ય પ્રયત્ને તેનો ત્યાગ કરવો જોઈએ, અને તેવું સામર્થ્ય ન આવે ત્યાં સુધી અત્યંત મર્યાદિત જીવન જીવવા ખાસ પ્રયત્ન કરવો જોઈએ. ૧૪૧ આ પદ બોલતાં, મૈથુનસંજ્ઞાને આધીન બની મલિન વૃત્તિને પોષે તેવા કુવિચારો મનથી કર્યા હોય, વિકારની વૃદ્ધિ થાય તેવો વાણીનો વ્યવહાર કર્યો હોય કે કામની ઉત્તેજના થાય તેવી કોઈ દુ:ચેષ્ટા કાયાથી કરી હોય, તો તેને યાદ કરી, આવા વ્યવહાર પ્રત્યે અત્યંત જુગુપ્સાભાવ પ્રગટ કરી, પુનઃ આવું ન થાય તે માટે આવા પાપનું અંતઃકરણપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ. 5A પાંચમે પરિગ્રહ : પાપનું પાંચમું સ્થાન ‘પરિગ્રહ’ છે. વસ્તુનો સંગ્રહ કરવો અથવા વસ્તુ પ્રત્યે મમત્વભાવ રાખવો એ પરિગ્રહ છે. ધન, ધાન્ય, ઘર, દુકાન, વાસ્તુ, સોનુ, રૂપું, જર, જમીન વગેરે નવ પ્રકારના પરિગ્રહમાંથી કોઈપણ વસ્તુનો સંગ્રહ· ક૨વો તે દ્રવ્યપરિગ્રહ છે, અને આ નવમાંથી કોઈ એકનો પણ સંચય કર્યો હોય કે ન કર્યો હોય, છતાં પણ તેના પ્રત્યે મમતા રાખવી તે ભાવપરિગ્રહ છે. દ્રવ્યથી તે તે વસ્તુનો સંગ્રહ, આરંભ-સમારંભનું કારણ બને છે, અને તેના પ્રત્યેનો મમત્વભાવ કે મૂર્છા એ કષાયરૂપ હોઈ, કર્મબંધનું કારણ બને છે. આથી સુશ્રાવકોએ અલ્પ પરિગ્રહવાળા રહેવું જોઈએ, અને પુણ્યથી પ્રાપ્ત થયેલ સામગ્રીમાં પણ ક્યાંય વિશેષ મૂર્છા-મમત્વભાવ ન થાય તેની કાળજી રાખવી જોઈએ; કેમ કે, વાસ્તવમાં તો મૂર્છા એ જ પરિગ્રહ છે. મૂર્છા વિના ચક્રવર્તીનું રાજ્ય ભોગવનાર પણ અપરિગ્રહી છે, અને મૂર્છાવાળો ભિખારી હોય તોપણ તે પરિગ્રહી છે. આમ છતાં, પ્રારંભિક કક્ષામાં વસ્તુ રાખવી અને મૂર્છા 5A - પહેલાં પાંચ પાપસ્થાનોની વિશેષ સમજ માટે જુઓ સૂ.સં. ભા.૪ વંદિત્તુસૂત્ર ગા. ૯ થી ૧૮નો વિશેષાર્થ. 6 - પરિ=ચારે બાજુથી + પ્ર=સ્વીકાર 7 न सो परिग्गहो वुत्तो, नायपुत्त्रेण ताइणा, मुच्छा परिग्गहो वुत्तो, इइ वुत्तं महेसिणा ।। - દશ વૈકા. - અ.ઙ ગા.૨૧ मूर्च्छाच्छन्नधियां सर्वं जगदेव परिग्रहः मूर्च्छारहितानां तु जगदेवापरिग्रहम् ।। - જ્ઞાનસાર ૨૫.૮ મૂર્છાથી ઢંકાયેલ બુદ્ધિવાળાને આખું જગત પરિગ્રહ છે, અને મૂર્છાહિતને આખું જગત અપરિગ્રહ છે. પ્રાણાતિપાત આદિ પહેલાં પાંચે પાપસ્થાનકોથી સર્વથા અટકવા માટે ચિતવૃત્તિનું ઘડતર કેવી રીતે ક૨વું તે માટે સૂત્રસંવેદના-૪ વંદિત્તુ સૂત્ર જોવું.

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176