Book Title: Sutra Samvedana Part 03
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 154
________________ અઢાર પાપસ્થાનક સૂત્ર ૧૩૭ પહેલે પ્રાણાતિપાત ઃ પાપનું પહેલું સ્થાન ‘પ્રાણાતિપાત’ છે. પ્રાણનો અતિપાત એટલે પ્રાણનો નાશ. ટૂંકમાં પ્રાણાતિપાત એટલે હિંસા. કોઈપણ જીવને દુઃખ થાય, પીડા થાય, પરિતાપ થાય કે સર્વથા તેના પ્રાણનો વિયોગ થાય તેવી પ્રવૃત્તિને હિંસા કહેવાય છે. 3 જગતના જીવમાત્રને જીવવું ગમે છે પણ મરવું કોઈને ગમતું નથી. જીવનનો આનંદ અનુભવતા નિરપરાધી જીવોને માત્ર પોતાના સુખ ખાતર કે શોખ અને સગવડ ખાતર પીડા પહોંચાડવી, ત્રાસ આપવો, હણવા કે તે જીવોના પ્રાણ ચાલ્યા જાય તેવી પ્રવૃત્તિ કરવી, તે હિંસા છે. આવી હિંસા કરવાથી તે જીવો ત્રાસ પામે છે, તરફડે છે, દુઃખી થાય છે, નિઃસાસા નાંખે છે અને હિંસા કરનાર પ્રત્યે તેઓ વૈરની ગાંઠ બાંધે છે. પરિણામે ‘જો શક્તિ આવે તો આ લોકોને પણ પૂરા કરું,' તેવી દુર્ભાવના તેમના મનમાં જાગૃત થાય છે. વળી, જેમ બીજા પર અંગારા ફેંકનારના પોતાના પણ હાથ દાઝે જ છે, તેમ અન્ય જીવને પીડવાથી હિંસા કરનાર પોતે પણ, પોતાને સુખ આપનાર કોમળ ભાવનો ત્યાગ કરી દુઃખ આપનાર કઠોર ભાવને પ્રાપ્ત કરે છે. આ રીતે અન્યની હિંસા કરતો જીવ પોતાની પણ ભાવહિંસા કરે છે, કર્મનાં બંધનો ઊભાં કરે છે અને દુર્ગતિની પરંપરાનું સર્જન કરે છે. માતાના આગ્રહથી માત્ર એક લોટનો કૂકડો બનાવી, તેનો વધ કરનાર યશોધર રાજા તિર્યંચગતિની કેવી પરંપરાને પામ્યા ! તે યાદ કરીને ભવભીરુ આત્માઓએ આ હિંસા નામનું પહેલું પાપસ્થાનક છોડી દેવું જોઈએ. જિજ્ઞાસા : ગૃહસ્થજીવનમાં હિંસાનો સંપૂર્ણ ત્યાગ કઈ રીતે થઈ શકે ? તૃપ્તિ : ગૃહસ્થજીવનમાં સાધુની જેમ હિંસાનો સંપૂર્ણ ત્યાગ કરી શકાતો નથી. 2 - જીવોનાં જીવન જીવવાનાં સાધનોને પ્રાણ કહેવાય છે, અને તે પાંચ ઈન્દ્રિય, ત્રણ બળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ, એમ દશ છે. એકેન્દ્રિયને ૪, બેઇન્દ્રિયને ૬, તેઇન્દ્રિયને ૭, ચઉરિન્દ્રિયને ૮, અસંશી પંચેન્દ્રિયને ૯ અને સંશી પંચેન્દ્રિયને ૧૦ પ્રાણ હોય છે. આ (દ્રવ્ય) પ્રાણના વિયોગને મ૨ણ કહેવાય છે. આ વિષયની વિશેષ વિચારણા સૂત્ર-સંવેદના-૪ ‘વંદિત્તુ’ સૂત્રમાં છે. ૩ - નરકના જીવોને બાદ કરતાં સૌને પોતાનું જીવન પ્રિય હોય છે અને મરણ અપ્રિય હોય છે.

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176