________________
૮૨
સૂત્રસંવેદના-૩
રીઝવી (સંતુષ્ટ કરી) કોઈ કાર્ય કરાવી લેવાની ભાવનાથી કરાતી સેવાનો સમાવેશ આ તપમાં થતો નથી.
૪. તદેવ સાઓ - તે જ પ્રમાણે સ્વાધ્યાય.
57
.58
સર્વજ્ઞ ભગવંતના આત્મહિતકારક વચનો જેમાં સંગૃહીત કરાયા છે તેને શાસ્ત્ર કહેવાય છે. આ શાસ્ત્રવચનનો સહારો લઈ વિષય-કષાયથી ખરડાયેલા પોતાના આત્માને શુદ્ધ કરવાનો, વિભાવમાં ગયેલા આત્માને સ્વભાવમાં લાવવાનો કે સ્વભાવની પ્રાપ્તિ થાય તેવા સંસ્કારોનું સિંચન કરવાનો જે પ્રયત્ન કરાય છે. તે માટે શાસ્ત્રનું જે પુન: પુન: અધ્યયન આદિ કરાય છે, તેને ‘સ્વાધ્યાય' કહેવાય છે.
બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય એક અતિ મહત્ત્વનો સુંદર તપ છે. સ્વાધ્યાયથી પ્રાપ્ત થયેલા શાસ્ત્રજ્ઞાનથી અનશનથી માંડી ધ્યાન કે કાયોત્સર્ગરૂપી તપ શુદ્ધ થઈ શકે છે. શાસ્ત્રજ્ઞાન વિનાના અન્ય તપની કે અહિંસાદિ ધર્મની કોઈ કિંમત નથી. માટે કહેવાય છે કે ‘પઢમં નાળ તો ત્યા’ - પ્રથમ જ્ઞાન અને પછી દયા. વળી જ્ઞાની શ્વાસોશ્વાસમાં જેટલાં કર્મ ખપાવે છે, તેટલાં કર્મ અજ્ઞાની ક્રોડો ભવ સુધી તપ તપીને પણ ખપાવી શકતો નથી. આથી શાસ્ત્રમાં કહ્યું છે કે ‘સાવ સમો નત્યિ તવો' - સ્વાધ્યાય જેવો કોઈ તપ નથી.
શાસ્ત્રકારોએ સ્વાધ્યાયના પાંચ પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે -
૧
વાચના આત્મહિતનું કારણ બને તે રીતે ગીતાર્થ ગુરુભગવંતો શ્રોતાવર્ગને શાસ્ત્રનું શ્રવણ કરાવે, અને શ્રોતા પણ પોતાના આત્માનું હિત થાય તે રીતે શાસ્ત્રનું શ્રવણ કરે, તે ‘વાચના' નામનો સ્વાધ્યાય છે; પરંતુ આત્મહિતની અપેક્ષા વિના કરાતી વાચના કે થતું શાસ્ત્રશ્રવણ સ્વાધ્યાયરૂપ બની શકતું નથી.
-
૨ - પૃચ્છના : વાચના બાદ જે પદાર્થ સમજાયો ન હોય તેને સમજવા અથવા તે વિષયને વધુ ઊંડાણથી સમજવા, કે તે વિષયને દઢ કરવા જ્ઞાની ગુરુભગવંતને વિનીતભાવે, બાળભાવે પૂછવું તે ‘પૃચ્છના’ નામનો સ્વાધ્યાય છે.
57 -
સ્વ=પોતાનું અને અધ્યાય=અધ્યયન અર્થાત્ આત્માનું હિત જે શાસ્ત્રવચનથી થાય તે શાસ્ત્રવચનનું અધ્યયન-અધ્યાપન-ચિંતન-મનન તે સ્વાધ્યાય છે.
58 - સ્વમાવામસંÓારાર્ળમ્ જ્ઞાનમિષ્યતે 1
- જ્ઞાનસાર