________________
વાણંમિ દંસણમ્મિ સૂત્ર
39
અનશન તપ બે પ્રકારે છે : યાવત્કથિક અને ઈત્વરકથિક. તેમાં જીવન પર્યંત આહારનો ત્યાગ કરવો તેને યાવથિક અનશન તપ કહેવાય છે. તેના ત્રણ પ્રકાર છે. : ૧. પાદપોપગમન ૨. ઇંગિનીમરણ ૩. ભક્તપરિજ્ઞા. સત્ત્વહીનતાને કારણે આ કાળના જીવો માટે શાસ્ત્રમાં આ ત્રણે પ્રકારના અનશનનો નિષેધ કરેલો છે, પરંતુ જ્યારે આ તપ ક૨વામાં આવતો ત્યારે પણ આ તપનો સ્વીકાર કરતાં પહેલાં આત્માને શ્રુત દ્વારા, સત્ત્વ દ્વારા અને એકત્વ ભાવના દ્વારા ખૂબ ભાવિત ક૨વાનું વિધાન હતું. તેમ કરતાં જ્યારે લાગે કે આહાર વિના પણ ગમે તેવાં વિઘ્નો વચ્ચે મન સમાધિમાં રહી શકે તેવું છે, ત્યારે જ આ તપનો સ્વીકાર કરી શકાતો હતો.
૬૯
સર્વથા આહારનો ત્યાગ જ્યાં સુધી ન થઈ શકે ત્યાં સુધી થોડા સમય માટે પણ આહારનો ત્યાગ કરવો તે. ઈત્વરકથિક અનશન તપ છે. તે પણ સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં ચારે પ્રકારના આહારના ત્યાગવાળો ચોવિહાર ઉપવાસ, છઠ્ઠ, અક્રમ વગેરે સર્વથી ઈત્વરકાલિક અણસણરૂપ છે, અને એકાસણું, બેસણું આદિ દેશથી ઈત્વકાલિક અણસણ કહેવાય છે. ઈત્વરકાલિક અણસણના નવકારશીના પચ્ચક્ખાણથી માંડીને યાવત્ છ માસના ઉપવાસ સુધીના અનેક પ્રકારો છે. તે સિવાય પણ અનેક પ્રકારે સાંકેતિક પચ્ચક્ખાણ રૂપ અનશન થઈ શકે છે. જેમ કે ‘મુઠ્ઠી વાળી નવકાર ગણીને મુટ્ઠી ન છોડું ત્યાં સુધી આહા૨નો ત્યાગ' વગેરે.
40
38 - इत्वरं - परिमितकालं, तत्पुनश्चरमतीर्थकृत्तीर्थे चतुर्थादिषण्मासान्तम् यावत्कथिकं त्वाजन्मभावि । 39 - (૧) પાપોપશમન (૨) શૈશનીમરન (3) મńરિજ્ઞા
૧. જીવનના અંતકાળે પ્રથમ સંઘયણવાળા સાધકો દેવગુરુને વંદના કરી, તેમની પાસે અનશન સ્વીકારી, પર્વતની કોઈ ગુફામાં આંખની પાંપણ પણ હલે નહીં તેવી રીતે સંપૂર્ણપણે નિશ્ચેષ્ટ બની, પ્રશસ્ત ધ્યાનપૂર્વક પ્રાણાન્ત સુધી વૃક્ષની જેમ સ્થિર રહે છે, તેવા પ્રકારના અનશનને ‘પાદપોપગમન' અનશન કહેવાય છે.
-
૨. પાદપોપગમન અનશન સ્વીકારી શકાય તેવું સંઘયણ બળ ન હોય ત્યારે કોઈ નક્કી કરેલા પ્રદેશમાં ચાર પ્રકારના આહારના ત્યાગપૂર્વક સ્વયં જ ઉદ્ધૃર્તન (પડખા ફેરવવા) આદિ ક્રિયા કરી પ્રાણાન્ત સુધી અનશન સ્વીકારાય તેને ‘ઇંગિની મરણ’ નામનું અનશન કહેવાય છે.
૩. ગચ્છમાં રહેલા સાધુ કોમળ એવા સંથારા ઉપર, શરીર, ઉપકરણ વગેરેની મમતાનો ત્યાગ કરી, ચા૨ અથવા ત્રણ આહારનો ત્યાગ કરી, સ્વયં નમસ્કાર આદિના ધ્યાનમાં સ્થિર થઈ અથવા અન્ય પાસે નમસ્કાર આદિ સાંભળતા, મનને આત્મભાવમાં સ્થિર કરી, સમાધિપૂર્વક મ૨ણનો સ્વીકાર કરે તેને ‘ભક્તપરિજ્ઞા’ નામનું અનશન કહેવાય છે. આ ત્રણે પ્રકારના અનશનની વિશેષ સમજ ગુરુગમથી પ્રાપ્ત કરવી જોઈએ. - દ.વૈ. હારિ વૃત્તિ તથા આચારપ્રદીપ
40 - અનશન તપના અનેક પ્રકારો પચ્ચક્ખાણ ભાષ્યમાંથી જોવા.