Book Title: Sudansana Cariyam
Author(s): Saloni Joshi
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ તેજપાલે શકુનિકાવિહારની દેવકુલિકામાં ૭૨ સુવર્ણમય ધ્વજદંડ અને કળશ કરાવ્યા હોવાનો ઉલ્લેખ મળે છે.૪૪ (૧૫) જિનમંડન ગણિ કૃત કુમારપાળ પ્રબંધમાં (૨. સં. ૧૪૯૨) પણ પૂર્વોક્ત વિગતોનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં જીર્ણોદ્ધારનું વર્ષ સંવત ૧૨૨૨ આપ્યું છે.૪૫ ઈ. સ. ૧૯૨૭માં અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર હુમલો કર્યો ત્યારે ગુજરાત મુસલમાનોને હસ્તક થયું, ત્યારે આ શકુનિકાવિહારનો નાશ કરવામાં આવ્યો હોવાના ઉલ્લેખો મળે છે. ઈ. સ. ૧૮૬૫-૬૬માં ગુજરાતના અવશેષોનો સર્વે કરવા આવેલા બરજસ “આર્કિયોલોજીકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા' પુસ્તકમાં નીચે મુજબ નોંધ આપે છે. Probably early in the raids begun by 'Alaud-din Khilji in 1297, the city of Bhroach fell into the hands of conquerors. They destroyed the Hindu temple and probably, as tradition relates, on the site of one of them, founded the Jami Masjid, building it chiefly of the materials of the Hindu and Jain shrines. On the capture of Bhroach in, 1803, some of English troops were quartered in it, and it does not seem to have been used for worship since.....the beautiful carved ceilings are so blackened with soot that it is scarcely possible to recognise the wonderful richness and variety of their patterns. probably un-equalled in India. “ભૃગુકચ્છ-ભરૂચનો શકુનિકાવિહાર” નામક લેખમાં શ્રી ઘનપ્રસાદ મુનશી આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વેની આ જામા મસ્જિદની સ્થિતિની વિસ્તૃત વિગત નીચે મુજબ આપે છે. મુસલમાનોના રાજ્યતંત્ર નીચે પણ કાયમ રહેલી હિંદુ કળાનું આમાંથી સૂચન થાય છે. જુમ્મા મસ્જિદની લંબાઈ ૧૨૬; અને પહોળાઈ પર ફૂટની છે. અડતાલીશ થાંભલાની સરખી હાર છે અને તે ઉપર અગાશી છે અને ત્રણ ભવ્ય ઘુમ્મટ છે. છત ઉપર આબુના વિમલ વસહીમાં જે સુંદર કોતરણી છે તેવી કોતરણી છે. થાંભલામાં શિલ્પની કારીગરી અને કળા અદ્ભુત છે. થાંભલા ઉપરના પાટમાં જૈન અને હિંદુ ધાર્મિક જીવનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258