________________
તેજપાલે શકુનિકાવિહારની દેવકુલિકામાં ૭૨ સુવર્ણમય ધ્વજદંડ અને કળશ કરાવ્યા હોવાનો ઉલ્લેખ મળે છે.૪૪
(૧૫) જિનમંડન ગણિ કૃત કુમારપાળ પ્રબંધમાં (૨. સં. ૧૪૯૨) પણ પૂર્વોક્ત વિગતોનું જ નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ તેમાં જીર્ણોદ્ધારનું વર્ષ સંવત ૧૨૨૨ આપ્યું છે.૪૫
ઈ. સ. ૧૯૨૭માં અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર હુમલો કર્યો ત્યારે ગુજરાત મુસલમાનોને હસ્તક થયું, ત્યારે આ શકુનિકાવિહારનો નાશ કરવામાં આવ્યો હોવાના ઉલ્લેખો મળે છે.
ઈ. સ. ૧૮૬૫-૬૬માં ગુજરાતના અવશેષોનો સર્વે કરવા આવેલા બરજસ “આર્કિયોલોજીકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા' પુસ્તકમાં નીચે મુજબ નોંધ આપે છે.
Probably early in the raids begun by 'Alaud-din Khilji in 1297, the city of Bhroach fell into the hands of conquerors. They destroyed the Hindu temple and probably, as tradition relates, on the site of one of them, founded the Jami Masjid, building it chiefly of the materials of the Hindu and Jain shrines. On the capture of Bhroach in, 1803, some of English troops were quartered in it, and it does not seem to have been used for worship since.....the beautiful carved ceilings are so blackened with soot that it is scarcely possible to recognise the wonderful richness and variety of their patterns. probably un-equalled in India.
“ભૃગુકચ્છ-ભરૂચનો શકુનિકાવિહાર” નામક લેખમાં શ્રી ઘનપ્રસાદ મુનશી આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વેની આ જામા મસ્જિદની સ્થિતિની વિસ્તૃત વિગત નીચે મુજબ આપે છે.
મુસલમાનોના રાજ્યતંત્ર નીચે પણ કાયમ રહેલી હિંદુ કળાનું આમાંથી સૂચન થાય છે. જુમ્મા મસ્જિદની લંબાઈ ૧૨૬; અને પહોળાઈ પર ફૂટની છે. અડતાલીશ થાંભલાની સરખી હાર છે અને તે ઉપર અગાશી છે અને ત્રણ ભવ્ય ઘુમ્મટ છે. છત ઉપર આબુના વિમલ વસહીમાં જે સુંદર કોતરણી છે તેવી કોતરણી છે. થાંભલામાં શિલ્પની કારીગરી અને કળા અદ્ભુત છે. થાંભલા ઉપરના પાટમાં જૈન અને હિંદુ ધાર્મિક જીવનના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org