________________
કેટલાંએ દશ્યો કોતરેલાં છે. નીચેની પગથાર સાદી છે. સિદ્ધરાજ અથવા કુમારપાલે ભરૂચનો કોટ બંધાવેલો તેનો પથ્થર અને આ મસ્જિદની દીવાલનો પથ્થર એક જ છે, અને એક જ સમયના છે. ભીંતે ત્રણ આરસના મહેરાબ છે. મધ્ય મહેરબાની કોતરણી સુંદર છે. તેમાં અરેબિક ધર્મના કલમા કોતરેલાં છે. બે દરવાજા છે અને ઉત્તર તરફનો દરવાજો જૈન દેવળનો છે. દ્વારપાળયક્ષ દંડ લઈને ઊભેલા છે. આખું દ્વાર આરસનું છે. કેટલીક કળા ઘસાઈ ગઈ છે. ઉંબરો આરસનો છે અને પ્રતિમાના આરસની ઝાંખી કરાવે છે.
દ્વાર ઉપર ઉત્તર તરફના ઘુમ્મટની નીચે હી.સ. ૭૨૧(ઈ. સ. ૧૩૨૧)નો અરેબિક શિલાલેખ આ પ્રમાણે મળે છે.
“તમામ દુનિયાના સુલતાન ગયાસુદ-દુન્યા વદ દીન(ગ્યાસુદીન)ના સમયમાં દૌલતશાહ મોહમદ બૂતમારા(બૂતમારા)ને આ જગ્યા પ્રાપ્ત થઈ (એનો) સાલ સાતસો એકવીશ હતો.”
............. પુરાતત્ત્વની દૃષ્ટિએ આ મસ્જિદના સ્થળનું બારીક અવલોકન કરતાં અને તેની વિશિષ્ટતા જોતાં આંબડ ભટે પથ્થરનું બંધાવેલું શકુનિકાવિહાર આ જ સ્થળ હોય એમ મારો પોતાનો અભિપ્રાય છે.”
ઉપર્યુક્ત વિગતો પરથી આટલું તારવી શકાય.
(૧) સંવત ૯૧૫માં કે તે પહેલાં શકુનિકાવિહાર નામક જિનપ્રાસાદ ભરૂચમાં હતો.
(૨) આ વિહાર કાષ્ટમય હતો. ઉદયન મંત્રીએ તેનો જીર્ણોદ્ધાર કરવાનો અભિગ્રહ લીધો હતો.
(૩) ઉદયન મંત્રીનું મૃત્યુ થતાં પિતાના પુણ્યાર્થે આમ્રભટે સંવત ૧૨૧૧થી ૧૨૨૨ વચ્ચે શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
(૪) મોહમ્મદ તઘલખે તેનો નાશ કરી તેના અવશેષોનો ઉપયોગ જુમ્મામસ્જિદ બનાવવામાં કર્યો હતો.
(૫) શકુનિકાવિહારનો સમય સંવત ૯૧૫(ઈ. સ. ૮૫૯)થી ઈ. સન. ૧૨૯૭ સુધીનો આંકી શકાય.
હાલ ભરૂચમાં આ જુમ્મામસ્જિદ પુરાતત્ત્વ વિભાગના તાબા હેઠળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org