________________
()
તીર્થોદ્ધાર કરાવશે. પછી તેઓ શાંતિથી મૃત્યુ પામ્યા.
પિતાની અંતિમ ઇચ્છા પ્રમાણે વામ્ભટે સંવત ૧૨૧૧માં શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરાવ્યો હતો.
તે પછી આમ્રભટે ભૃગુકચ્છમાં શકુનિકાવિહારના જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરાવ્યું. તેના પાયા ખોદતાં જમીન ધસી પડતાં કેટલાક મજૂરો મૃત્યુ પામ્યા. ત્યારે આમ્રભટે પોતાની નિંદા કરતાં, પુત્ર અને પત્ની સાથે તે પ્રાસાદના પાયામાં જંપાપાત કર્યો. તેના આ સાહસથી વિપ્ન ટળી ગયું. પછી શિલાન્યાસપૂર્વક આખોય પ્રાસાદ ત્રણ વર્ષમાં બંધાઈ ગયો. તેના કળશધ્વજદંડની પ્રતિષ્ઠાનો મહોત્સવ ઊજવાયો ત્યારે પાટણથી શ્રીસંઘ સાથે રાજા કુમારપાળ અને હેમચંદ્રાચાર્ય પણ આવ્યા હતા.
(૧૧) જિનપ્રભસૂરિ કૃત વિવિધતીર્થકલ્પમાં (ર.સં. ૧૩૬૪-૮૯) અશ્વાવબોધ તીર્થકલ્પમાં અચાવબોધ તીર્થની ઉત્પત્તિની કથા સાથે શકુનિકા વિહારની ઉત્પત્તિની કથા પણ આપવામાં આવી છે. અહીં સુદર્શનાની કથા વિસ્તૃત રીતે તેના પૂર્વભવ સાથે આપવામાં આવી છે.
(૧૨) પુરાતન પ્રબંધ સંગ્રહમાં “મંત્રી ઉદયન પ્રબંધમા”૪૦ ઉદયનમંત્રીએ બે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનો અભિગ્રહ લીધો હતો તેનો ઉલ્લેખ મળે છે. અહીં શકુનિકા વિહારના બદલે “મુનિસુવ્રતપ્રાસાદ” એવું નામ મળે છે. “રાણક-આંબડ પ્રબંધમાં”૪૧ આમ્રભટે મુનિશ્રી સુવ્રતસ્વામિના પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાની વિગતો મળે છે. તેના પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજા કુમારપાળ અને હેમચંદ્રાચાર્યએ ભાગ લીધો હતો.
(૧૩) “કુમારપાલચરિત્ર સંગ્રહ” અંતર્ગત (અ) સોમતિલકસૂરિ કૃત કુમારપાલદેવ ચરિત્રમાં(૨. સં. વિક્રમના ચૌદમા શતકનો અંતભાગ)૪૨ ઉદયનમંત્રીએ કાષ્ટના ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેના મૃત્યુ પછી વાલ્મટે શત્રુંજયમાં અને આમ્રભરે ભરૂચમાં શકુનિકાવિહારનો ઉદ્ધાર કરાવ્યો હોવાની નોંધ મળે છે.
(બ) પુરાતનાચાર્ય સંગૃહીત ગદ્ય-પદ્યમય રચના કુમારપાલ પ્રબોધપ્રબંધમાં (લે.સં. ૧૪૬૪) આમ્રભટે પિતાના પુણ્ય માટે ભૃગુકચ્છમાં શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યાની નોંધ મળે છે.
(૧૪) પુરાતન પ્રબંધ સંગ્રહમાં “વસ્તુપાલ તેજપાલ પ્રબંધ”માં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org