________________
કરાવ્યો હતો. વીર સંવત ૪૮૪માં ભરૂચના રાજા બલમિત્ર-ભાનુમિત્રના શાસનકાળમાં આચાર્ય ખપૂટાચાર્યે બૌદ્ધો પાસેથી આ તીર્થ છોડાવ્યું હતું. આ% દેશના સાતવાહન રાજાએ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવેલો અને પાદલિપ્ત સૂરિએ એના ધ્વજદંડની પ્રતિષ્ઠા કરી હતી.
વિજયસિંહ-સૂરિના સમયમાં અંકલેશ્વરમાં દાવાનળ પ્રગટ્યો અને તે પ્રસરતાં કાષ્ટમય શકુનિકાવિહાર ભસ્મસાત થયો. પાષાણ અને પિત્તળની દેવ પ્રતિમાઓ પણ સર્વાગે વિશીર્ણ થઈ. ત્યારે વિજયસિંહસૂરિએ તીર્થોદ્ધાર માટે બ્રાહ્મણ, વેપારી અને વૈશ્ય પાસેથી દાન માંગી આ વિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.”
પ્રભાચંદ્ર પાસે એવી અનુશ્રુતિ હોવી જોઈએ કે જેના પરથી તેમણે શકુનિકાવિહારના જીર્ણોદ્ધારની વિગતો આપી છે. તે પ્રમાણે શકુનિકાવિહારની પ્રાચીનતા વીર સંવત ૪૯૪ સુધીની માની શકાય. પરંતુ આ તથ્યને ચકાસવાનાં ઐતિહાસિક સાધનો આપણી પાસે ઉપલબ્ધ નથી.
(૧૦) મેરૂતુંગાચાર્ય રચિત “પ્રબંધ ચિંતામણિ”(૨.સં.૧૩૬૧)માં કુમારપાળ પ્રબંધમાં રાજપિતામહ આમૃભટ પ્રબંધમાં શકુનિકાવિહારના જીર્ણોદ્ધારની વિસ્તૃત વિગત આ પ્રમાણે મળે છે.
કુમારપાળના રાજ્યકાળમાં એક વાર ઉદયન મંત્રી સૌરાષ્ટ્રના સાઉંસર (ઠાકોર)ની સાથે યુદ્ધ કરવા ગયો હતો ત્યારે શત્રુંજય પર યુગાદિ દેવને વંદન કરવા ગયો હતો. દેવાર્શન કરીને વિધિપૂર્વક ચૈત્યવંદન કરવામાં ઉદયનમંત્રી મગ્ન હતો ત્યારે દીપાવલિમાંથી સળગતા દીવાની વાટ લઈને એક ઉંદર કાષ્ટમય પ્રાસાદના દરમાં પ્રવેશવા જતો હતો. તેને રક્ષકોએ રોકતા થયેલા અવાજથી ઉદયન મંત્રી ધ્યાનભંગ થયા. હકીકત જાણી તેમણે વિચાર્યું કે જો આવું બને તો આ કાષ્ટમય પ્રાસાદનો નાશ થશે તેથી તેમણે તે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવાનો મનમાં નિશ્ચય કર્યો.
- સઉસર (ઠાકોર) સાથેના યુદ્ધમાં ઉદયનમંત્રી ઘવાયો. પોતાનો મૃત્યુ સમય જાણી તે કરુણ સ્વરે રડવા લાગ્યો. લોકોએ તેનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે શત્રુંજય અને શકુનિકાવિહારના જીર્ણોદ્ધારની મારી ઇચ્છા અધૂરી રહી. દેવઋણ લઈને જ હું મૃત્યુ પામીશ કે શું ? ત્યારે ત્યાં રહેલા લોકોએ તેમને જણાવ્યું કે તમારા પુત્રો વાલ્મટ અને આમૃભટ અભિગ્રહ લઈને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org