________________
પૂરી કરી હોવાની વિગત તેની પ્રશસ્તિમાં મળે છે. આ ઉપરથી અનુમાન કરી શકાય કે આ સુવ્રતસ્વામીનું મંદિર શકુનિકાવિહાર જ હશે.
(૬) અજ્ઞાત કવિ કૃત સુદર્શન ચરિત્રની સં. ૧૨૪૪ની તાડપત્રીય પ્રત મળે છે જે શકુનિકા વિહારની ઉત્પત્તિની કથા વર્ણવે છે. (જેના પરથી પ્રસ્તુત સંપાદન કરવામાં આવ્યું છે.
(૭) નરેન્દ્રપ્રભસૂરિ કૃત અલંકાર મહોદધિ (૨.સં. ૧૨૮૨)ની (૭) પ્રશસ્તિમાં તેજપાલે આ સુવ્રતપ્રાસાદમાંની દેવકુલિકાઓ પર સુવર્ણના ધ્વજદંડ કરાવી આપ્યા હતા તેની નોંધ મળે છે.
भृगुनगरमौलिमण्डनमुनिसुव्रततीर्थनाथभवने यः ।
देवकुलिकासु विशांतिमितासु हैमानकारयद दण्डान् ॥ એક વાર તેજપાલ ભરૂચમાં શકુનિકા વિહારમાં મુનિસુવ્રત સ્વામીની યાત્રા કરવા ગયા હતા. ત્યાં જયસિંહ સૂરિએ તેમની પ્રશસ્તિરૂપ શીર્ઘકાવ્ય રચ્યું હતું. જયસિંહ સૂરિએ પ્રાર્થના પણ કરી હતી કે જે મંદિરોનો જીર્ણોદ્ધાર થયો છે તેના ઉપર આપ સુવર્ણધ્વજ-દંડ મુકાવજો. તેજપાળે વસ્તુપાલની અનુમતિ લઈને આ કાર્ય કર્યું હતું.
(૮) દેવેન્દ્રસૂરિ કૃત સુદના ચરિત્રની રચના સં. ૧૩ર૭ પહેલાં થઈ હતી જે ઉપર્યુક્ત રચનાનીઅનુકૃતિ છે.
(૯) પ્રભાચન્દ્ર રચિત પ્રભાવક ચરિત્રમાં (૨. સં. ૧૩૩૪)
(અ) કાલકસૂરિ ચરિત્ર અંતર્ગત ભૃગુકચ્છના બલમિત્ર રાજાના વર્ણનમાં શકુનિકાવિહારનો ઉલ્લેખ મળે છે.
श्रीमच्छकुनिका तीर्थस्थितं श्रीमुनिसुव्रतम् ।
प्रणम्य तच्चरित्राख्यादिभिर्नृपमबोधत् ॥ (બ) વિજયસિંહસૂરિ ચરિતમાં અશ્વાવબોધ તીર્થ અને શકુનિકાવિહારની ઉત્પત્તિ વિશે વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં સુદર્શનાનું કથાનક તેના પૂર્વભવ સાથે નિરૂપવામાં આવ્યું છે.
વળી આ વિહારના જીર્ણોદ્ધારની વિગતો પણ તેમાં અપાઈ છે– આર્ય સુહસ્તિના શિષ્ય કલહંસ સૂરિના ઉપદેશથી રાજા સંપ્રતિએ અને તેના પછી સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી વિક્રમાદિત્યે આ તીર્થનો જીર્ણોદ્ધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org