________________
૪૦
ગુણો (૪૧૧-૪૨૫); ગુરુનાં લક્ષણો (૪૩૧-૪૩૮); જીવોની ક્રમશઃ મુક્તિ (૭૮-૮૮); સમ્યક્તના અતિચાર (૧૫૪ર-૧૫૫૨); મિથ્યાત્વ (૧૫૫૩૫૮); ક્ષમાપના (૧૪૧૫-૧૮); નિદાનબંધ દોષ (૧૫૯૨-૯૬); ચાર પ્રકારના ધ્યાન (૧૨૪૨-૪૭); કળિકાળની ઋતુઓ સાથે તુલના (૧૫૧૯૨૨); અવસર્પિણીકાળમાં લોકોની મોહાસક્તિ (ગદ્યખંડ ૧૦); સ્ત્રીઓના દુર્ગુણો (૮૯૧-૯૫; ૯૪૧-૪૫, ૬૪૮) વગેરે વિષયોનું યથોચિત સ્થળે કયાંક વિસ્તારથી તો ક્યાંક સંક્ષેપમાં આલેખન કરાયું છે.
લગભગ દરેક ધર્મમાં સંસારની અસારતા અને વૈરાગ્યમાર્ગની ઉત્કૃષ્ટતા દર્શાવવામાં આવી છે. ભોગની તુલનાએ વૈરાગ્ય અને ત્યાગને શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. આ કૃતિમાં પણ વૈરાગ્યમાર્ગની ઉત્કૃષ્ટતાનું નિરૂપણ વૈવિધ્યસભર ચોટદાર ઉપમાઓ અને ઉદાહરણોના કારણે અસરકારક બન્યું છે.
ભોગોપભોગનું જુગુણાકારક વર્ણન (૧૫૧૫-૧૮) તેમજ ઇન્દ્રિયોમાં આસક્ત જીવનું મૃત્યુ કેવી રીતે થાય છે તે દર્શાવવા માછલી, પતંગિયું, હરણ, ભમરો અને હાથીનું પ્રસિદ્ધ ઉદાહરણ પ્રયોજાયું છે. (૪૮૧૪૯૦).
રાજસુતા સુદર્શનાએ કરાવેલ શકુનિકાવિહારની કાળગણના પણ આપવામાં આવી છે. મુનિસુવ્રત સ્વામિના તીર્થમાં આ વિહાર બન્યો, પછી નમિ, નેમિ પાર્થ અને વીરજિનેન્દ્રના તીર્થનો સમય ગણાવી કવિ સવલિયા વિહાર તીર્થના કાળનું પરિમાણ અગિયાર લાખ ચોરાણું હજાર નવસો બોતેર વર્ષનું ગણાવે છે. (૧૧૫૪-૧૧૬૩)
સુ. ચ.માં નિરૂપિત વિસ્તૃત ધર્મોપદેશ આ મુજબ છે. પુરોહિતે રાજસુતાને ગૃહસ્થ ધર્મ વિશે આપેલ ઉપદેશ અને સુદર્શનાએ દર્શાવેલ વૈરાગ્યમાર્ગની શ્રેષ્ઠતા (ઉદ્દેશક-૪); નવતત્ત્વ નિરૂપણ, શ્રાવકનાં વ્રતો, શ્રાવકની નિત્યક્રિયા (ઉદ્દેશક-૬); સંસારની અસારતા (ઉદ્દેશક-૭); દાન, શીલ, તપ, ભાવના (ઉદ્દેશક-૮); જ્ઞાન-દર્શન-ચારિત્ર, નવકારે પ્રભાવ, નિયમ પ્રભાવ, દાન પ્રભાવ વિષયક ઉપદેશ તેમજ જિનબિંબ કરાવવાથી મંદિરમાં વિવિધ વસ્તુઓનું દાન કરવાથી મળતું ફળ (ઉદ્દેશક-૯); વૈરાગ્યમાર્ગની ગ્રાહ્યતા અને ધર્માધર્મનું ફળ (ઉદ્દેશક-૧૨). ઉપર્યુક્ત નોંધ જ્યાં વિસ્તૃત ધર્મોપદેશ નિરૂપાયો છે તેની જ છે. જયારે બે ચાર ગાથામાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org