Book Title: Smruti mandir Prashasti Kavyam Author(s): Prashamrativijay Publisher: Pravachan Prakashan Puna View full book textPage 5
________________ ऐन्द्रव्रातकिरीटनिस्सृतमहोधारा महाचक्रिणां चूडारत्नमरीचिभिस्सहगता जातेन्द्रचापप्रभा । नाऽस्तं याति न दृश्यते पदनखोद्योतैर्यदीयैर्वृता श्रीचिन्तामणिपार्श्वनाथ भगवान् जीयात् स शङ्खेश्वरः ॥ १ ॥ स्वस्तिश्रीशुभधोरणिर्गुणखनी विस्तीर्णविद्यावनी गीर्वाणार्चित रेणुरस्ति जगति श्रीभारतस्याऽवनिः । तुङ्गैस्स्वर्गसरैस्सुवर्णशिखरैर्मूलैश्च पातालगैयुक्ताऽऽसागरलम्बिभिर्नगगणैस्त्रैलोक्यशोभामयी ॥२॥ तत्राऽभङ्गतरङ्गरङ्गगगनाऽऽसङ्गाऽऽतुरेवाऽङ्गना प्रस्त्रावप्रतिबिम्बिताऽखिलजगद्भारोद्वहेनोद्धुरा । पुण्या साभ्रमती नदी जिनपतिस्नात्राम्बुधारोज्ज्वला देशे गूर्जरनामनि प्रवहति श्रेयः श्रियां धामनि ॥३॥ तत्तीरोपगतस्य राजनगरस्याऽन्ते पुरं पावनं तन्नामाङ्कितमस्ति साबरमतीत्याख्यास्फुरत्सद्यशः । एतस्योपपुरञ्च रामनगरं जीयादयोध्यासमं सार्वज्ञेश्वर - रामचन्द्रसुगुरूप्रासादरूद्धाम्बरम् ॥४॥ શ્રીશંખેશ્વર ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન જય પામો. આ પ્રભુને નમસ્કાર કરવા ઇન્દ્રો પણ આવે છે અને ચક્રવર્તી પણ આવે છે. ઇન્દ્રો પ્રભુને નમે છે ત્યારે તેમના મુકુટની તેજધારા પ્રભુના પગ પાસે રેલાય છે. ચક્રવર્તીઓ પણ પ્રભુને નમે છે. તેમના મુગુટનાં રત્નોનાં તેજ, એ તેજધારા સાથે ભળી જાય છે. એમાંથી મેઘધનુષ્ય જેવી રંગછટા સર્જાય છે. પરંતુ આ રંગછટા-પ્રભુના નખની કાંતિથી ઢંકાઈ જવાને લીધે, ન તો દેખાઈ શકે છે, ન તો અદશ્ય બને છે. ૧ આ વિશ્વમાં ભારતની ભૂમિ છે. એ કલ્યાણ અને લક્ષ્મીની શ્રેણિ ધરાવે છે. એ ગુણોની ખાણ છે. એ વિદ્યાનું વિશાલ વન છે. એની રજને દેવો પૂજે છે. આ ભારતભૂમિ પર્વતોને લીધે ત્રણ લોકની શોભાને ધારણ કરે છે કેમ કે આ ભૂમિ પરના પર્વતો સ્વર્ગ સુધી પહોંચે તેવા સોનેરી શિખરો ધરાવે છે, પાતાળ સુધી પહોંચનારા મૂળ ધરાવે છે અને સાગર સુધીનો ફેલાવો ધરાવે છે. ૨ આ ભારતમાં મંગલ અને લક્ષ્મીના આવાસ સમાન ગૂર્જર દેશ છે. તેમાં પવિત્ર એવી સાબરમતી નામની નદી વહી રહી છે. આ નદીનાં પાણી ભગવાનનાં સ્નાત્રજલની ધારા જેવા ઉજ્વળ છે. અવિરત ઉછળી રહેલાં તરંગોને લીધે એ નદી આકાશને ભેટવા ઉત્સુક થયેલી સ્ત્રી જેવી દેખાય છે. આ નદીમાં સમગ્ર વિશ્વનો પડછાયો પડે છે તેથી આ નદી વિશ્વનો ભાર ઉપાડવાનો ગર્વ ધારણ કરી રહી છે. ૩ આ નદીના કિનારે રાજનગર નામનું શહેર છે. આ શહેરની સીમા પર આ નદીનાં નામે ઓળખાતું, સાબરમતી આ નામ દ્વારા નામના પામેલું પવિત્ર નગર છે. આ સાબરમતીનું પરું છે રામનગર. સર્વજ્ઞશાસનના નાથ એવા શ્રીરામચંદ્રગુરુનાં મંદિર દ્વારા આકાશને આંબનારું આ રામનગર અયોધ્યા જેવું છે. તે જય પામો. ૪Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33